• Gujarati News
  • National
  • શ્રીનાથજી સોસાયટીમાં યુવતીની ચોટલી કપાઇ, ત્રણ દી\'માં ત્રીજી ઘટના

શ્રીનાથજી સોસાયટીમાં યુવતીની ચોટલી કપાઇ, ત્રણ દી\'માં ત્રીજી ઘટના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પખવાડિયાથીદેશના વિવિધ રાજ્ય, શહેરમાં નિદ્રાધીન યુવતી, મહિલાઓના વાળ, ચોટલા કાપી જવાની બનાવની ભેદી ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. રાજકોટમાં સપ્તાહમાં ચોટી કાપવાની બે ઘટનામાં ઘરના સભ્યો હોવાની વાત સામે આવ્યા પછી શ્રીનાથજી સોસાયટીમાં શનિવારે મધરાતે અજાણી સ્ત્રી 18 વર્ષીય યુવતીના વાળ કાપી ગયાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. યુવતીએ પોતે લઘુશંકા કરવા ફળિયાના બાથરૂમમાં જઇ રહી હતી ત્યારે લાલ કપડાંવાળી સ્ત્રી ગળું પકડીને વાળ કાપી ગયા પછી પોતે બેભાન થઇ ગયાનું બયાન આપતા રહસ્યમય ઘટનાનો તાગ મેળવવા પોલીસે યુવતીના પરિવારના સભ્યોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.

મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી-4 માં રહેતી પૂનમ ઉર્ફે ડોલી ગિરધરભાઇ સરધારા (ઉ.વ.18) શનિવારે રાતે 3:00 કલાકે લઘુશંકા કરવા માટે જાગીને ફળિયાના બાથરૂમ તરફ જઇ રહી હતી, અચાનક સામે આવેલી લાલ કપડાંવાળી સ્ત્રીએ ગળું પકડી લેતા પોતે એક હરફ ઉચ્ચારી શકી હતી, સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે પૂનમ જોવા મળી હતી, તપાસ કરતા પૂનમ ફળિયામાં બેભાન હાલતમાં હતી અને તેની બાજુમાં તેના કપાયેલા વાળ પડ્યા હોવાથી પોલીસને જાણ કરી હતી.

માલવિયાનગરના એ.એસ.આઇ. ઉમેદભાઇ પવાર સહિતના સ્ટાફે સ્થળ પર જઇને તપાસ કરી હતી. પોલીસે પૂનમની પૂછપરછ કરતા તે ઉપરોક્ત વાતને વળગી રહી હતી. યુવતીના વાળ આડેધડ નહીં, પરંતુ વ્યયવસ્થિત રીતે કપાયેલા હોવાથી તેના પરિવારના અન્યના નિવેદન લેવાનું શરૂ કરાયું છે. ચાર બહેન એક ભાઇમાં નાની પૂનમે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પિતા સહિત પરિવારના તમામ સભ્યો સીવણ કામ કરે છે.

મધરાતે લઘુશંકા કરવા નીકળતા લાલ કપડાંવાળી સ્ત્રીએ ગળું પકડી લેતા બેભાન થઇ ગઇ, ભાનમાં આવી ત્યારે વાળ કપાયેલા હતા

અન્ય સમાચારો પણ છે...