• Gujarati News
  • National
  • યુવકની કાર પડાવી લેનાર 4 વ્યાજખોરો સામે ફરિયાદ

યુવકની કાર પડાવી લેનાર 4 વ્યાજખોરો સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીવાડીમાંરહેતા ઇમિટેશનના ધંધાર્થી અને ગુરુવારે રેસકોર્સમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર ભાવેશ લાખાભાઇ ડુગશિયાએ જીતેન્દ્રસિંહ જાડેજા(યુનિવર્સિટી રોડ), હાર્દિક મોલિયા, નવલનગરના અશ્વિન ધનાભાઇ લોખિલ અને પારેવડા ગામના ભરત ગોહિલ સામે ખૂનની ધમકી આપી બળજબરીથી કાર, બાઇક અને ચેક પડાવી લીધાની ફરિયાદ નોંધાવી હતી.

ભાવેશે નોંધાયેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો હતો કે, તેણે ઉપરોક્ત શખ્સો પાસેથી લીધેલા નાણાં વ્યાજ સહિત ચૂકવી દીધા છે છતાં અશ્વિન લોખિલે બાઇક, ચેક પડાવીને ચેક રિટર્નનો કેસ કર્યો હતો. પોતે મિત્ર સુનિલની સ્કોર્પિયો લાવ્યો હતો કાર જીતુભા જાડેજા વધુ પૈસાની માગણી કરીને પડાવી જતાં સુનિલભાઇએ કાર લઇ જઇ પરત આપી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવતા પોતે આવું પગલું ભર્યું હતું. પીએસઆઇ આર.સી.રામાનુજ,મદદનીશ હિતેષભાઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...