પ્રેરણાદાયી પગલું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇપણકર્મચારી માટે પ્રોવિડન્ડ ફંડ અને ગ્રેચ્યુઇટીની રકમ નિવૃત્તિકાળ દરમિયાનની મરણમૂડી કહેવાય છે પણ રાજકોટની જમીન વિકાસ નિગમ કચેરીમાં વર્ગ-3માં ફરજ બજાવતા કર્મચારીઅે તેને નિવૃત્તિ બાદ મળેલી સીપીએફની રૂ. 27 લાખ જેવી રકમ દાનમાં આપી દઇ સમાજ માટે પ્રેરણાદાયી પગલું ભર્યું છે.મૂળ અડાલજના વતની અને છેલ્લા કેટલાંક સમયથી વીરપુર (જલારામ) ખાતે સ્થાયી થયા છે.

મૂળ અડાલજના વતની અને દાદા ભગવાનના અનુયાયી એવા મગનલાલ ખોડાભાઇ પાદરિયા (ઉ.વ.59) રાજકોટની ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે વર્ગ-3માં ફરજ બજાવતા હતા. 30 જૂન- 2016ના રોજ નિવૃત્ત થયા હતા. ફરજના સમય દરમિયાન તેઓનું કંપની પ્રોવિડન્ટ ફંડ કપાતું હતું. જ્યારે રકમ હાથમાં આવી ત્યારે રૂ.30 લાખ હતી. પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ હોવાથી તેઓએ સૌ પ્રથમ તો દીકરીઓને રકમમાંથી રૂ.10-10 લાખ આપવાની વાત કરી પણ દીકરીઓએ તમારી મૂડી છે, અમને જોઇએ. આવા સંજોગોમાં રકમનો સદ્દઉપયોગ કરવા તેઓએ નિર્ણય લીધો. ત્યાં વીરપુરમાં પટેલ સમાજની વાડીનું નવનિર્માણ ચાલતું હોય તેની માટે સમાજની મિટિંગ યોજાઇ હતી તેમાં દાતાઓ દાનની રકમ લખાવતા હતા. છેલ્લે રૂ. 25 લાખ પર દાનની રકમ અટકી ગઇ ત્યારે મગનભાઇએ રૂ.27 લાખની જાહેરાત કરી દીધી. અને સી.પી.એફ.માં મળેલી રકમ સમાજના હિતમાં વાપરવાની જાહેરાત પણ કરી દીધી.

કર્મચારીએ 27 લાખની મરણમૂડી દાનમાં આપી દીધી

જલાબાપાએ પત્નીનું દાન કર્યું ત્યારે પૂછ્યું હતું

હંસાબેનપાદરિયા કહે છે કે,જ્યારે મને તેમણે વાત કરી ત્યારે મેં કહ્યું કે તમે જે કર્યું છે સારા માટે અને સમાજના હિત માટે કર્યું છે. જલારામ બાપા પાસે જ્યારે સંત મહાત્માએ પત્નીનું દાન માગ્યું ત્યારે તેઓ વીરબાઇમાને પૂછવા ગયા નહોતા. એમ તમે કોઇ દાન કરો તો મને પૂછવાની જરૂર નથી. તમે જે કર્યું છે તે યોગ્ય છે.

સમાજની બેઠક બાદ જ્યારે ગાંઠિયાપાર્ટી યોજાઇ હતી તેમાં સમાજના પરિવારના લોકો પણ હાજર હતા. ગાંઠિયા પાર્ટીમાં જ્યારે મગનભાઇને તેના પત્ની હંસાબેન મળ્યા ત્યારે તેઅોએ સી.પી.એફ.ની રકમ સમાજની વાડીના કામ માટે દાનમાં આપી દીધાની વાત કરી હતી. ત્યાં સુધી હંસાબેન પણ પતિના નિર્ણયથી અજાણ હતા.

ગાંઠિયા પાર્ટીમાં પત્ની મળ્યા ત્યારે વાત કરી

મગનલાલ પાદરિયા

અન્ય સમાચારો પણ છે...