• Gujarati News
  • National
  • ચોટીલા મંદિરના પૂજારીના જમીન ડખામાં સાળાને ધમકી, 3 સામે ફરિયાદ

ચોટીલા મંદિરના પૂજારીના જમીન ડખામાં સાળાને ધમકી, 3 સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ તાલુકાના ખાખરા હડમતિયા ગામે રહેતા ઉમેશપુરી હરસુખપુરી ગોસ્વામી નામના યુવાને ચોટિલાના દાઉદ કાળુ દલ, રજાક કાળુ દલ અને એક અજાણ્યા શખ્સ સામે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોટિલા મંદિરમાં પૂજારી તરીકે ઉમેશપુરીના બનેવી હરેશગીરી છેલગીરી ગોસ્વામી સેવા પૂજા કરતા હોય તેમને એક પ્લોટ મુદ્દે ઉપરોકત આરોપીઓ સાથે માથાકૂટ ચાલે છે. જેને કારણે અગાઉ મારામારીના બનાવો પણ બન્યાં છે. જેનો ખાર રાખી આરોપીઓએ ધમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...