• Gujarati News
  • National
  • રાજકોટની ગાડી ટોપ ગિયરમાં બેસ્ટ રેલવે સ્ટેશનોમાં સમાવેશ

રાજકોટની ગાડી ટોપ ગિયરમાં બેસ્ટ રેલવે સ્ટેશનોમાં સમાવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ રેલવેની ગાડી હાલ ટોપ ગિયરમાં ચાલી રહી હોય એમ તાજેતરમાં ગુજરાતમાં એકમાત્ર રાજકોટ સ્ટેશનમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રમણીય ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ટોચની ખાનગી ટ્રાવેલ એપ દ્વારા કરાયેલા સરવેમાં દેશભરના બેસ્ટ રેલવે સ્ટેશનો જાહેર કર્યા છે જેમાં રાજકોટનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના માત્ર બે સ્ટેશનોને બેસ્ટની યાદીમાં શામેલ કરાયા છે. રાજકોટ ઉપરાંત વડોદરા પણ શામેલ છે.

ખાનગી કંપનીની ઇક્ઝિગોની મદદથી કરાયેલા સરવેમાં પ્લેટફોર્મની સફાઈ, કોચની સફાઈ, ટોઇલેટની સફાઈ, પાણી અંગેની સુવિધા સહિતના અનેક માપદંડો અંગે સ્ટેશન પર મુસાફરોના મંતવ્યો પણ જાણવામાં આવ્યા છે અને ત્યારબાદ દેશના તમામ રેલવે સ્ટેશનોનું રેન્કિંગ કરાયું છે. દેશના બેસ્ટ રેલવે સ્ટેશનોમાં હુબલી જંકશન, ધનબાદ જંકશન, જબલપુર, બિલાસપુર, વડોદરા જંકશન, ફલના અને વિજયવાડા જંકશનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...