• Gujarati News
  • National
  • જિલ્લા પંચાયતની કારોબારીમાં 37 ફાઇલો મંજૂર, 1 શંકાસ્પદ રીતે પેન્ડિંગ

જિલ્લા પંચાયતની કારોબારીમાં 37 ફાઇલો મંજૂર, 1 શંકાસ્પદ રીતે પેન્ડિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીને કારણે અઢી માસ જેટલા સમયથી ન મળેલી કારોબારી સમિતિની બેઠક બુધવારે મળી હતી. ગત બેઠકના ઠરાવોને બહાલી આપ્યા બાદ વિકાસના કામોને પણ મંજૂરી મળી ગઇ હતી. એકમાત્ર બિનખેતીના મુદ્દામાં 41માંથી 37 કેસો મંજૂર કરાયા હતા. જેમાંથી એક કેસ શંકાસ્પદ રીતે પેન્ડિંગ રખાયો છે. એ જ રીતે ઉપલેટાના એક કેસમાં પણ પુન: સ્થળ તપાસનો રિપોર્ટ મળ્યા છતાં મંજૂરી બાકી રખાઇ છે.

કારોબારીમાં વિકાસના અન્ય 4 કરોડના કામોને બહાલી આપવામાં આવી છે તેમજ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ આંગણવાડી બનાવવાના ઠરાવ પૈકી અમુક આંગણવાડીઓ માટે જગ્યા ન મળતા કોન્ટ્રાક્ટર એજન્સીઓ કામ પૂર્ણ થયા છતાં અટવાઇ હતી જેને મુક્ત કરાઇ છે.

ટીડીઓ કહે છે કે અહેવાલ બે વાર મોકલ્યો!
જેતપુર તાલુકાના અમરનગરના ગામના અરજદાર વિનુ વાડોદરિયાએ 7080 ચોરસ મીટર જમીન બિનખેતી કરવા માટે 15-10-2016ના રોજ તેમજ 4-3-2017ના રોજ પુન:અરજી કરી હતી. 5-8-2016થી તેમનો લે આઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. 17-10-2016 પછીથી આ જમીન અંગે વિવિધ શાખાઓનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. આ અભિપ્રાયોના આધારે 6-10-2017ના રોજ મળેલી કારોબારીમાં બિનખેતી કરાવવા પ્રસ્તાવ મુકાયો હતો જેમાં કારોબારી સમિતિએ સ્થળની પુન:સ્થળ તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આપ્યું હતું. ટીડીઓના જણાવ્યા અનુસાર તેમણે તા.10 જાન્યુઆરીના રોજ મોકલ્યો હતો, પણ જિ.પં. સુધી અહેવાલ ન પહોંચ્યો હોવાની જાણ કરાતા મંગળવારે રૂબરૂ જઇને અહેવાલ આપ્યો છે. જો કે, કારોબારીમાં અહેવાલ ન મળ્યાનું જણાવીને ફાઇલ અટકાવી દેવાઇ છે. આ સમગ્ર મામલે કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયા જણાવ્યું હતું કે, અહેવાલ તેમના સુધી પહોંચ્યો જ નથી.

સરકાર ગ્રાન્ટ આપશેω ? ચેરમેનનો સવાલ
જિલ્લા આરોગ્ય વિભાગનો એક કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો જેના ચુકાદા મુજબ વિભાગને 1,55,000 ચૂકવવાના થતા હતા. આ ચૂકવણીને સ્વભંડોળમાંથી કરવાનો ઠરાવ કરાયો છે. તે સંદર્ભે ચેરમેન ખાટરિયાએ ડીડીઓને પ્રશ્ન કર્યો હતો કે સરકાર ગ્રાન્ટ આપશે તેવી બાંયધરી છે ? ડીડીઓએ કહ્યું હતું કે ગ્રાન્ટ છે એટલે માગી તો શકાય. બીજી તરફ ચૂકવણું અગાઉથી જ થઇ ગયું હોવાથી આ ઠરાવને અારોગ્ય સમિતિને કરેલી ભલામણ મુજબ પસાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...