આજે મતદાર યાદીમાં સુધારા-વધારા થઇ શકશે

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ મતદાર યાદીમાં નામ સુધારા વધારા કે કમી કરવા સહિતની કામગીરી માટે રવિવારે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - આજે મતદાર યાદીમાં સુધારા-વધારા થઇ શકશે
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

મતદાર યાદીમાં નામ સુધારા વધારા કે કમી કરવા સહિતની કામગીરી માટે રવિવારે ચૂંટણીપંચના આદેશના પગલે બીએલઓ મતદાન મથક પર રૂબરૂ મળશે. રાજકોટ શહેર જિલ્લામાં 1 જાન્યુ. 2019ની સ્થિતિએ 18 વર્ષ પૂરા કર્યા હોય તેવા મતદારોના નામ યાદીમાં ઉમેરી શકાશે. આ ઉપરાંત નામ કમી કરવા, સરનામા સુધારા, નામમાં ફેરફાર, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર સહિતના કામ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી બૂથ પર કરી શકાશે. મતદાર સુધારા કાર્યક્રમ 16 સપ્ટેમ્બર બાદ 30 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરના રોજ પણ રાખવામાં આવ્યો છે. મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટે મતદારોએ પોતાની સાથે જન્મ તારીખનો પુરાવો, સ્કૂલ લિવિંગ સર્ટિ., રહેણાકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઇ જવાનો રહેશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઇ છે.

X
Rajkot - આજે મતદાર યાદીમાં સુધારા-વધારા થઇ શકશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App