• Gujarati News
  • National
  • રાજકોટ ડેરીનો દૂધના ખરીદ ભાવમાં રૂ.20 નો વધારો

રાજકોટ ડેરીનો દૂધના ખરીદ ભાવમાં રૂ.20 નો વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો છે.આ ભાવવધારા બાદ દૂધનો ખરીદ ભાવ પ્રતિકિલો ફેટના 600 ચૂકવવામાં આવશે.આ નિર્ણય બાદ દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધનો સરેરાશ ભાવ રૂ.45 આસપાસ અને ગાયના દૂધના સરેરાશ ભાવ 27 થી 30 રૂપિયા મળશે.રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરિયાના જણાવ્યા મુજબ આ ભાવ 1 જૂનથી અમલી બનશે.હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પાણી અને ઘાસચારાની અછત અને વધતા જતા ભાવોની પરિસ્થિતિ પ્રમાણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય અને ભાવમાં વધારો થાય તે સ્વાભાવિક છે. આ સમયમાં દૂધ ઉત્પાદકોને મદદરૂપ થઈ શકાય તે માટે અા નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...