હોસ્પિટલ ચોક ઓવરબ્રિજની ડિઝાઇન સોમવારે ફાઇનલ થશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ મહાનગરપાલિકા હાલ 150 ફૂટ રિંગ રોડ પર ચાલતી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - હોસ્પિટલ ચોક ઓવરબ્રિજની ડિઝાઇન સોમવારે ફાઇનલ થશે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકા હાલ 150 ફૂટ રિંગ રોડ પર ચાલતી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. બીજી તરફ શહેરમાં સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે તૈયારી શરૂ કરી છે. કન્સલ્ટન્ટે ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર કરી છે. આ ડિઝાઇન અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ સોમવારે રજૂ કરવામાં આવશે. જો સુધારા વધારાની જરૂર હશે તો કરવામાં આવશે. દિવાળી પહેલા અા બ્રિજના ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તે ઝડપથી પૂરી કરવા અને જે સ્થળે નવા બ્રિજ બનાવવાના છે તે માટેની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જેના પગલે 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે ચાલતી બ્રિજની કામગીરી વહેલી પૂરી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ બનાવવા માટેની પ્રક્રિયા પણ ઝડપી કરવામાં આવી છે.

એજન્સીએ તૈયાર કરેલી ડિઝાઇન અંગે સોમવારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક છે. ડિઝાઇન ફાઇનલ થયા બાદ તુરંત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કેે.કે.વી. ચોક પર અંડરબ્રિજની કામગીરી પણ ઝડપથી શરૂ થતા તે દિશામાં કામગીરી થઇ રહી છે. હોસ્પિટલ ચોકના બ્રિજના ટેન્ડર એક-દોઢ માસમાં બહાર પડે તેવી સંભાવના છે.

X
Rajkot - હોસ્પિટલ ચોક ઓવરબ્રિજની ડિઝાઇન સોમવારે ફાઇનલ થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App