Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - વોર્ડ નં.2,3 અને 13માં દૂષિત પાણીનું વિતરણ

વોર્ડ નં.2,3 અને 13માં દૂષિત પાણીનું વિતરણ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:21 AM

Rajkot News - શહેરમાં દૈનિક 12થી વધુ ફરિયાદ

  • Rajkot - વોર્ડ નં.2,3 અને 13માં દૂષિત પાણીનું વિતરણ
    ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

    છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ફરિયાદ વધી ગઇ છે. નર્મદાનું શટડાઉન બાદ દૂષિત પાણી આવી રહ્યું છે. વોર્ડ નં.2, 3 અને 13માં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઊઠી છે. કોંગ્રેસના કોર્પોરેટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મનપામાં તગડો પગાર લેતા ઇજનેરોની ફોજ છે અને લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પાણી શુધ્ધિકરણનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આમ છતાં શહેરને શુધ્ધ પાણી મળતું નથી.

    વોર્ડ નં.3ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, મનપા લોકોને પાયાની સુવિધા પણ આપી શકતું નથી. અધિકારીઓ અને પદાધિકારીઓના છાશવારે વિદેશ પ્રવાસો વચ્ચે લોકોને પીવાનું શુધ્ધ પાણી પણ પૂરું પાડી શકાતું નથી. સ્માર્ટ સિટીની વાતો કરનાર ભાજપના પદાધિકારીઓ સમ્પહાઉસ કે પાણીના ટાંકાની સફાઇના નામે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવી નાખે છે. રેલનગર, સંતોષીનગર, શ્રીનાથજી સોસાયટી, સહિતના વિસ્તારોમાં વાસ મારતું ગંદું પાણી વિતરણ થાય છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પગલાં લેવામાં આવતા નથી. વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, આંબેડકરનગરમાં ગંદાં પાણીનું વિતરણ થઇ રહ્યું છે. ગંદું પાણી ક્યાથી આવે છે તે શોધવામાં અધિકારીઓ સફળ થયા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ