તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot અલગ અલગ ઈ વે બિલ સાથેની રિક્ષા CGSTએ પકડી

અલગ અલગ ઈ-વે બિલ સાથેની રિક્ષા CGSTએ પકડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલની હેરાફેરી માટે ઈ-વે બિલ જરૂરી છે, ત્યારે હવે કરચોરોએ ઈ-વે બિલ વિના માલની હેરાફેરી કરવા માટે નવી પધ્ધતિ અપનાવી લીધી છે.સ્થાનિક કક્ષાએ મોટા વાહનને બદલે હવે રિક્ષા કે અન્ય નાના વાહનોમાં માલની હેરાફેરી ચાલુ કરી નાખી છે, ત્યારે રાજકોટમાં આવી જ રીતે રિક્ષામાં માલની હેરાફેરી કરનારની સીજીએસટીએ રિક્ષા અટકાવી છે અને તે કબજે કરી છે.

આ અંગેની આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે સી જીએસટીની ટીમ ચેકિંગ માટે મેટોડા હતી ત્યારે માલ ભરીને આવન જાવન કરતા વાહનની તપાસ ચાલુ કરી હતી. આ સમયગાળા દરમિયાન એક રિક્ષા નીકળી હતી. એક જ રિક્ષામાં રૂ.70 હજારની કિંમતનો માલ હતો. જેમાં 3 બિલ ગુજરાતના અને એક બિલ મહારાષ્ટ્રનું હતું.વેચનાર પાર્ટી એક જ હતી.મહારાષ્ટ્રનું બિલ 40 હજારની કિંમતનું હતું.બાકીના 10 થી 20 હજારની કિંમતના બિલ હતા.આ બિલ પર પેનલ્ટી લગાડીને રિક્ષા કબજે કરવામાં અાવી હતી.જેની પેનલ્ટી ભરાઈ ગઈ હોવા છતાં સાઇટ પર આવતી હોવાથી તેની એન્ટ્રી થઈ શકતી નથી. જેને કારણે માલ હજુ છોડવામાં આવ્યો નથી.

પેનલ્ટી થશે અને ક્રેડિટ પણ વેપારીને નહીં મળે
ઓર્ડર ડીઆરસી 07 ઈસ્યૂ થવાથી ટેકસ પેનલ્ટી ભરવાપાત્ર થાય છે.

ઓર્ડર ડીઆરસી 07 નું કમ્પ્લાયન્સિઝ ડીઆરસી 03 કેશ દ્વારા પેમેન્ટ કરવાનું થશે

ડીઆરસી 07 નું મિકેનિઝમ મુજબ ટેક્સ પેનલ્ટી ફરજિયાત ભરવાપાત્ર થાય અને ટેક્સની ક્રેડિટ પણ બાદ મળતી નથી.આ બાબત ચિંતાજનક છે. દીપક ચેતા, ટેક્સ કન્સલ્ટન્ટ

અન્ય સમાચારો પણ છે...