• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રેસકોર્સ રિંગ રોડ પરના ડિવાઇડર જનભાગીદારીથી વિકસાવી સ્કલ્પચર મુકાશે, મનપાને આવક થશે

રેસકોર્સ રિંગ રોડ પરના ડિવાઇડર જનભાગીદારીથી વિકસાવી સ્કલ્પચર મુકાશે, મનપાને આવક થશે

નફાકારક નિર્ણય પાંચ વર્ષ સુધી એજન્સીને ડિવાઇડર અપાશે, બદલામાં મનપાને મળશે 15.32 લાખ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - રેસકોર્સ રિંગ રોડ પરના ડિવાઇડર જનભાગીદારીથી વિકસાવી સ્કલ્પચર મુકાશે, મનપાને આવક થશે
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

શહેરના મુખ્ય રસ્તા પરના ડિવાઇડર, ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક આઇલેન્ડ જનભાગીદારીથી ડેવલપ કરવા અને નિભાવણી કરવા માટે મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રેસકોર્સ રિંગરોડ પર પાંચ વર્ષ માટે એજન્સીને ડિવાઇડર આપવામાં આવશે. જેના બદલામાં મનપાને 15.32 લાખ રૂપિયાની આવક થશે. એજન્સી ડિવાઇડરમાં ફૂલ છોડ વાવેતર કરશે, આકર્ષિત તથા કલાત્મક સ્કલ્પચર મૂકશે. એજન્સી ડિવાઇડર પર જાહેરાત માટે બે ઇલેક્ટ્રિક પોલ વચ્ચે બે ડેકોરેટિવ લાઇટિંગ કિયોસ્ક મૂકશે. રેસકોર્સ ફરતે 2500 મીટરની લંબાઇમાં આ ડિવાઇડર ડેવલપ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી શહેરના મુખ્ય રસ્તા પરના ડિવાઇડર, ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક આઇલેન્ડ જનભાગીદારીથી વાર્ષિક પ્રીમિયમ લઇ ડેવલપ કરવા માટે આપવામાં અાવશે. જેના ભાગરૂપે રેસકોર્સ રિંગરોડ ફરતે 2500 મીટરના ડિવાઇડર કે જેની પહોળાઇ 1.20 મીટર અને ઊંચાઇ 1 મીટર છે તે સ્ટીલકિંગ ઇન્ડસ્ટ્રીઝ નામની એજન્સીને પાંચ વર્ષ માટે આપવામાં આવશે. એજન્સી પાંચ વર્ષ માટે નિભાવણી કરશે અને બ્યુટીફિકેશનની સાથે સાથે જાહેરાતના કિયોસ્ક મૂકશે. મહાનગરપાલિકાને એજન્સી પ્રથમ વાર્ષિક પ્રીમિયમ રૂ.251000 તથા પાંચ વર્ષ સુધીમાં કુલ પ્રીમિયમની રકમ રૂ.1532380ની ચૂકવણી કરશે. એજન્સી તરફથી જાહેરાત માટે બે ઇલેક્ટ્રિક પોલ વચ્ચ તે બે ડેકોરેટિવ લાઇટિંગ કિયોસ્ક મૂકવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઉપયોગ માટે મહત્તમ 20 ટકા મુજબના કિયોસ્ક એજન્સી તરફથી સ્વખર્ચે મૂકવામાં આવશે તથા તેની નિભાવણી કરવામાં આવશે. રોડ ડિવાઇડરની વચ્ચે સમયાંતરે જુદા જુદા પ્રકારના આકર્ષિત તથા કલાત્મક સ્કલ્પચર મૂકવામાં આવશે. ટ્રાફિક આઇલેન્ડમાં ડેકોરેટિવ ગ્રીલ, કિયોસ્ક વગેરે મૂકવામાં આવશે, તેમજ રોડ ડિવાઇડરની વચ્ચે જુદા જુદા પ્રકારના રંગીન ફૂલ, છોડનું વાવેતર કરવામાં આવશે.

X
Rajkot - રેસકોર્સ રિંગ રોડ પરના ડિવાઇડર જનભાગીદારીથી વિકસાવી સ્કલ્પચર મુકાશે, મનપાને આવક થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App