• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - પગ પકડનારાઓને કોંગ્રેસે છોડી દીધા, લડત કરનારને ટાર્ગેટ કર્યા

પગ પકડનારાઓને કોંગ્રેસે છોડી દીધા, લડત કરનારને ટાર્ગેટ કર્યા

પક્ષાંતરની નોટિસ મામલે પૂર્વ પ્રમુખના આક્ષેપ 22 સભ્યે વ્હીપનો અનાદર કર્યો, નોટિસ માત્ર 12ને જ અપાઈ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - પગ પકડનારાઓને કોંગ્રેસે છોડી દીધા, લડત કરનારને ટાર્ગેટ કર્યા
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયાએ અન્ય 12 સભ્ય સામે પક્ષાંતર ધારા હેઠળ પંચાયત વિભાગમાં અરજી કરતા તેમને નોટિસ પાઠવાઈ છે. જેની પ્રતિક્રિયારૂપે પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જે સભ્યોએ માફીનામા આપીને પગ પકડી લીધા છે તેમને છાવરી લઇને લડત આપનારાઓના નામ અરજીમાં લખ્યા છે. પક્ષાંતર હેઠળ કાર્યવાહી કરવી જ હોય તો પ્રદેશ કોંગ્રેસે અરજી કરવી જોઇએ અને 12 જ શું કામ 22 સભ્યે વ્હીપનો અનાદર કર્યો તે તમામને નોટિસ મળવી જોઇએ.

સમિતિની રચનામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો સવાલ જ નથી કારણ કે જે સમિતિ રચાઈ તે તમામમાં કોંગ્રેસના જ સભ્યો છે અને બહુમતીથી પસાર થયું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કિરણબેન આંદિપરાએ કરી હતી, પ્રમુખની ચૂંટણીમાં તેઓએ પક્ષે નક્કી કરેલા ઉમેદવાર સિવાયના હરીફને ટેકો જાહેર કર્યો હતો. આ મામલે પ્રદેશમાંથી નોટિસ પણ મળી હતી. સમિતિની રચના વખતે પણ ખાટરિયાની સામે હતા પણ હવે પક્ષની માફી માગતા નોટિસમાં તેમના નામ સુધ્ધાનો ઉલ્લેખ કરાયો નથી.

X
Rajkot - પગ પકડનારાઓને કોંગ્રેસે છોડી દીધા, લડત કરનારને ટાર્ગેટ કર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App