• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - પહેલાં અંધારામાં રહ્યા, હવે અધિક કલેક્ટરે ગણેશ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

પહેલાં અંધારામાં રહ્યા, હવે અધિક કલેક્ટરે ગણેશ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - પહેલાં અંધારામાં રહ્યા, હવે અધિક કલેક્ટરે ગણેશ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

ગણપતિ વિસર્જન માટે મહાનગરપાલિકા, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે ભાવિકો મૂંઝવણમાં હતા. આ અંગે દિવ્ય ભાસ્કરે પ્રસિધ્ધ કરેલા અહેવાલના પગલે રાજકોટના અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને મંજૂરી વગર ગણપતિ વિસર્જન કરવામાં આવશે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તંત્રે પાંચ સ્થળો પર ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા કરી છે આ સિવાય અન્ય કોઇ સ્થળે વિસર્જન કરાશે તો તેમની સામે પણ ફોજદારી કાર્યવાહી કરાશે. જાહેરનામામાં શહેરમાં મનપા, તાલુકામાં પાલિકાની જવાબદારી ફિક્સ કરાઇ છે. સુરક્ષા માટે પોલીસ અને ફાયરબ્રિગ્રેડના જવાનો રાખવા આદેશ કર્યો છે.

સરકારી કચેરીઓના સંકલનના અભાવે ભાવિકોને ગણપતિ વિસર્જન ક્યા કરવું તે પ્રશ્ન હતો. આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી શહેર તથા તાલુકામાં વિસર્જન માટે કડક નિયમો જાહેર કર્યા છે. જેમાં ગણેશ મૂર્તિ વિસર્જન કરવા પર્યાવરણની જાળવણી, જળ સ્ત્રોતોમાં પ્રદૂષણ થતું અટકાવવા અને જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવા મંજૂરી વગર ગણપતિ વિસર્જન નહીં કરવા આદેશ કરવામાં આવ્યો છે, તેમજ નક્કી કરેલા પાંચ સ્થળ સિવાય અન્ય કોઇ સ્થળે મૂર્તિ વિસર્જન કરવામાં આવશે તો આયોજક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ભાસ્કર ઇમ્પેક્ટ

24 કલાક પહેલાં જિલ્લા તંત્રે ખો આપી દીધી હતી કે ગણેશ વિસર્જનની જવાબદારી અમારી નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે : અંતે ભાન થયું

X
Rajkot - પહેલાં અંધારામાં રહ્યા, હવે અધિક કલેક્ટરે ગણેશ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App