તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ઉનાળો નહીં આંબે, રાજકોટના ડેમોમાં માત્ર 53% પાણી બચ્યું

ઉનાળો નહીં આંબે, રાજકોટના ડેમોમાં માત્ર 53% પાણી બચ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે, પણ વરસાદની અછતને કારણે ડેમોની હાલત દયનીય છે. રાજકોટના જળાશયોમાં કુલ જથ્થાનું અડધું પાણી જ છે જેથી શિયાળો પૂર્ણ થતા મોટાભાગના ડેમ તળિયાઝાટક થઇ જાય તેવી શક્યતા છે. આજી-1માં ધીમે ધીમે સૌની યોજનાનું પાણી આવતા સપાટી 21 ફૂટે પહોંચી છે છતાં કુલ ક્ષમતાના 51 ટકા જ પાણી ભેગું થઇ શક્યું છે. ભાદર ડેમ 24 ફૂટે માત્ર 47 ટકા ભરાયો છે. બીજી તરફ જે ડેમોમાં દૂષિત પાણી છે અને હાલ સિંચાઈમાં જ ચાલી શકે છે તેવા આજી-2માં 29.60 ફૂટ સાથે 96 ટકા અને ન્યારી-2માં 18.40 ફૂટ સાથે 81 ટકા પાણી ભરાયેલું છે. પીવાના પાણી માટે રાજકોટ હવે ભાદર અને સૌની યોજના પર જ નિર્ભર બની ગયું છે અને ઉનાળામાં આ બંને વિકલ્પોમાંથી એક પણ બંધ થાય તો ભારે કટોકટી સર્જાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...