તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot આજે 11 તાલુકાના ગામડાના ખેડૂતો માલધારીની મહારેલી

આજે 11 તાલુકાના ગામડાના ખેડૂતો-માલધારીની મહારેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે.ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળવા, સિંચાઈ, વીજળી, ખેતીને નુકસાન કરતા પ્રાણીઓ તેમજ ગામડાઓમાં રોજગારી ઊભી કરવા સહિતના મુદ્દે સોમવારે રાજકોટમાં મહારેલીનું આયોજન કરાયું છે. બપોરે 3.30 કલાકે બહુમાળી ભવન ખાતે માલધારી અને ખેડૂતો એકઠા થશે. રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપી પાક વીમા સંબંધી, ઘાસચારાની વ્યવસ્થા, જળાશયો ભરવા, વીજળીના પ્રશ્નો, ખેડૂતોના દેવા માફી જેવા મુદ્દાને લઈને ખેડૂતોને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...