• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ | જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને 8 કિલો 132

રાજકોટ | જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને 8 કિલો 132

રાજકોટ | જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ચરસના સોદાગર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - રાજકોટ | જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને 8 કિલો 132
રાજકોટ | જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ચરસના સોદાગર મહેબૂબને લઇ પોલીસ અજમેર પહોંચી હતી, પરંતુ મહેબૂબને જમ્મુના ઇસમ સાથે મિલાપ કરાવનાર બાપુ નામનો ઇસમ હાથ નહીં આવતા અજમેરનો ધક્કો થયો હતો.

શહેર પોલીસે જંગલેશ્વરના મહેબૂબ ઓસમાણ ઠેબા, ઇલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબ લોયાને રૂ.81.32 લાખની કિંમતના 8 કિલો 132 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધા બાદ ચારેયને રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ પર રહેલા મહેબૂબ ઠેબાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પોતે અજમેર ગયો હતો ત્યારે અજમેર મસ્જિદ નજીક બાપુ નામના ઇસમે તેની ઓળખ જમ્મુ કાશ્મીરના યાકુબ પઠાણ સાથે કરાવી હતી અને યાકુબ પઠાણ ચરસનો જથ્થો જૂનાગઢના શખ્સ મારફત મોકલતો હતો. યાકુબ સુધી પહોંચવા ભક્તિનગર પોલીસની ટીમ મહેબૂબ ઠેબાને લઇ અજમેર પહોંચી હતી, પરંતુ મસ્જિદ નજીક બાપુ નામનો ઇસમ મળ્યો નહોતો. અજમેરનો શખ્સ પોલીસને નહીં મળતાં જમ્મુના યાકુબ પઠાણ સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું. જોકે ચરસના જથ્થામાં સાબરકાંઠા જેલમાં રહેલા શકીલ ઉર્ફે ઇકબાલ પાસેથી યાકુબનો પત્તો લાગવાની પોલીસ આશ લગાવીને બેઠી છે.

X
Rajkot - રાજકોટ | જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ચાર ઇસમોને 8 કિલો 132
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App