મેડિકલમાં પ્રવેશના નામે ઠગનારાને છ દી’ના રિમાન્ડ

પ્રોફેસર પુત્ર સહિતનાઓ સાથે MBBSમાં પ્રવેશના નામે બે શખ્સોએ 28 લાખની ઠગાઇ કરીalt146તી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - મેડિકલમાં પ્રવેશના નામે ઠગનારાને છ દી’ના રિમાન્ડ
શહેરની માલવિયા કોલેજના પ્રોફેસરના પુત્ર સહિતના વિદ્યાર્થીઅોને અેમબીબીએસમાં પ્રવેશ અપાવવાના બહાને રૂ.28 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર બે શખ્સોનો રાજકોટ પોલીસે વડોદરા જેલમાંથી કબજો મેળવ્યો હતો. પોલીસે બંનેને છ દિવસના રિમાન્ડ પર લઇ તપાસ શરૂ કરી હતી.

પી.ડી.માલવિયા કોલેજના પ્રોફેસર મનસુખભાઇ મારૂના પુત્ર ઉજ્જવલ મારૂને પરપ્રાંતની મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવવાના બહાને રૂ.28 લાખ પડાવી લેવામાં આવ્યાની તા.29 મે 2015ના ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. ઉપરોક્ત પ્રકરણમાં પોલીસે તત્કાલીન સમયે મધ્યપ્રદેશના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી, અને બીજા ચાર આરોપીના નામ ખુલ્યા હતા. વડોદરા પોલીસે આવા જ પ્રકરણમાં યુપીના વિકાસ ઉર્ફે દિલીપસિંહ હરિઓમ દિક્ષિત (ઉ.વ.30) તથા જીતેન્દ્રસિંગ ઉર્ફે અજય રાકેશકુમાર શર્મા (ઉ.વ.35)ની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. ઉપરોક્ત બંને આરોપીઓનો રાજકોટ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી બંને આરોપીને છ દિવસના રિમાન્ડ પર લીધા હતા. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ઝડપાયેલા ત્રણેય શખ્સોએ કેફિયત આપી હતી કે તેઓ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નાણાં ઉઘરાવી દિલીપસિંહને આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીની રકમ કબજે કરવા તેમજ અન્ય બે આરોપીની ભાળ મેળવવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

X
Rajkot - મેડિકલમાં પ્રવેશના નામે ઠગનારાને છ દી’ના રિમાન્ડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App