Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - વ્યાજની ઉઘરાણી અને લેણા રૂપિયા ન મળતા કન્સલ્ટન્ટે આપઘાત કર્યો’તો

વ્યાજની ઉઘરાણી અને લેણા રૂપિયા ન મળતા કન્સલ્ટન્ટે આપઘાત કર્યો’તો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:21 AM

બિપીન રૂઘાણી, આરડીસી બેંકના કર્મચારી સહિત પાંચ સામે ગુનો નોંધાયો, આર.કે.પટેલ સહિત કેટલાક શખ્સો સકંજામાં

  • Rajkot - વ્યાજની ઉઘરાણી અને લેણા રૂપિયા ન મળતા કન્સલ્ટન્ટે આપઘાત કર્યો’તો
    શહેરના નિર્મલા રોડ પરના સવન એપાર્ટમેન્ટમાં રહેતા લોન કન્સલટન્ટે કરેલા આપઘાતમાં રાજકોટના બિપીન રૂઘાણી અને બેંક કર્મચારી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વ્યાજખોર ત્રિપુટીએ રૂ.45 લાખની પઠાણી ઉઘરાણી કરતા તેમજ લોન કન્સલટન્ટના લેણા રૂ.70 લાખ આપવામાં બે શખ્સોએ હાથ ઊંચા કરી દેતા મામલો આપઘાત સુધી પહોંચ્યો હતો.

    સવન એપાર્ટમેન્ટમાં રહેતા લોન કન્સલટન્ટ સુધીરભાઇ દુર્લભજીભાઇ કોઠારી (ઉ.વ.54)એ શુક્રવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. સુધીરભાઇઅે લખેલી 10 પેઇજની સુસાઇડનોટ ગાંધીગ્રામ પોલીસે કબજે કરી તપાસ શરૂ કરી હતી. શનિવારે આ બનાવમાં સુધીરભાઇના પત્ની હિનાબેને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે સાધુ વાસવાણી રોડ પરના ગાર્ડન સિટીમાં રહેતા રાજુ ઉર્ફે ચેતન ઉર્ફે આર.કે. કેશવલાલ પટેલ, અમદાવાદના કમલેશ જગદીશ લાલવાણી, અક્ષરવાડીમાં રહેતા કિરણ છનિયા, રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકના રિકવરી વિભાગના કર્મચારી મહેશ ચાવડા તથા અમીનમાર્ગ પર રહેતા બિપીન રૂઘાણીના નામ આપ્યા હતા.

    હિનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ મંડળી અને શરાફી પેઢીમાંથી લોન અપાવવાનું કામ કરતાં હતા. લોકોને નાણાં અપાવ્યા બાદ લોન મેળવનારાઓએ હાથ ઊંચા કરી દેતા રૂ.40 થી 45 લાખની ઉઘરાણી માટે વ્યાજખોર રાજુ પટેલ, મહેશ ચાવડા અને બિપીન રૂઘાણીએ ધાકધમકી શરૂ કરી હતી. બીજીબાજુ સુધીરભાઇ કોઠારીને અમદાવાદના કમલેશ લાલવાણી અને કિરણ છનિયા પાસેથી રૂ.60 થી 70 લાખ રૂપિયા લેવાના થતા હતા એ બંને શખ્સોએ નાણાં પરત કરવાની ના કહી પૈસા માગશો તો પતાવી દેશું તેવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. પાંચેય શખ્સોના ત્રાસથી કંટાળી સુધીરભાઇએ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે રાજુ ઉર્ફે આર.કે. પટેલ સહિતના કેટલાક શખ્સોને સકંજામાં લઇ આગવીઢબે પૂછપરછ શરૂ કરી હતી. અન્ય આરોપીઓ રાજકોટ છોડીને ભાગી જતાં તેઓને ઝડપી લેવા મોબાઈલ લોકેશનના આધારે તપાસ આગળ ધપાવાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ