Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - મહિલા પોલીસ સ્ટેશનના લાંચ લેનાર જમાદાર સામે ગુનો નોંધાયો

મહિલા પોલીસ સ્ટેશનના લાંચ લેનાર જમાદાર સામે ગુનો નોંધાયો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:21 AM

પોણા બે વર્ષ પહેલા ગુનો નહીં નોંધવા 50 હજાર માગ્યાalt146તા

  • Rajkot - મહિલા પોલીસ સ્ટેશનના લાંચ લેનાર જમાદાર સામે ગુનો નોંધાયો
    શહેરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં જમાદારે પોણા બે વર્ષ પૂર્વે માગેલી રૂ.12 હજારની લાંચ કેસમાં સમગ્ર તપાસ બાદ એસીબીએ લાંચનો ગુનો નોંધતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી.

    શહેરમાં રહેતા વેપારીએ ધંધા માટે તેના પરિચિત જેરામભાઇ અમીપરા પાસેથી રૂ.30 લાખ ત્રણ મહિને પરત કરી દેવાની શરતે લીધા હતા અને તેની સિક્યુરિટી પેટે પોતાના મકાનનો વેચાણ કરાર કરી આપ્યો હતો, પરંતુ નાણાં સમયસર નહીં ચૂકવી શકતાં જેરામભાઇ તથા તેની પત્નીએ વેપારી વિરુધ્ધ પોલીસમાં અરજી કરી હતી. તેની સામે વેપારીએ પણ જેરામભાઇની વિરુધ્ધ અરજી કરતા મામલો માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

    માલવિયાનગરના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કોરાટે અરજીમાં ગુનો નહીં નોંધવા અને અરજી ફાઇલ કરી દેવા સબબ વેપારીને ગત તા.24 નવેમ્બર 2016ના પોલીસ સ્ટેશને બોલાવી તેની પાસેથી રૂ.50 હજારની લાંચની માગ કરી હતી. આ બાબતે શૈલેષભાઇ શિંગાળાએ મધ્યસ્થી કરતાં શૈલેષ કોરાટે રૂ.20 હજારમાં મામલો નક્કી કર્યો હતો. ગત તા.5 ડિસેમ્બર 2016ના વેપારીએ પોલીસ સ્ટેશને જઇ પોલીસમેન શૈલેષ કોરાટને રૂ.4 હજાર આપ્યા હતા અને રકમ ઓછી કરી દેવાનું કહેતા શૈલેષે બાકીના રૂ.16 હજારને બદલે રૂ.12 હજાર આપવાનું કહ્યું હતું અને તે રકમ તા.6 ડિસેમ્બર 2016ના કોટેચા ચોકમાં આવી આપવાનું જણાવ્યું હતું.

    વેપારીએ આ અંગે તત્કાલીન સમયે એસીબીને જાણ કરતાં છટકું ગોઠવ્યું હતું. પોલીસમેન શૈલેષ કોરાટ નક્કી કરેલા દિવસે કોટેચા ચોકે પહોંચ્યો હતો, પરંતુ તેને શંકા જતાં વેપારી સાથે થોડી વાતો કરી આવું છું તેમ કહી જતો રહ્યો હતો. છટકું ફેલ જતાં એસીબીની એસીબીના પીઆઇ કે.એચ.ગોહિલ સહિતની ટીમે વેપારી, શાહેદ શૈલેષ શિંગાળા, એસીબીની રેડમાં રહેલી ટીમ અને શાહેદોના નિવેદનો નોંધ્યા હતા, તેમજ શૈલેષ કોરાટ અને વેપારી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત સહિતના પુરાવા કબજે કરી વેપારી તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષ કોરાટનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિક ટેસ્ટ માટે એફએસએલમાં મોકલાવ્યો હતો અને તે તમામ પુરાવા બાદ શૈલેષ કોરાટે રૂ.12 હજારની લાંચ માગ્યાનું પુરવાર થતાં તેની સામે પોણા બે વર્ષ બાદ લાંચ માગવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ એસેબીની ટ્રેપ ફેલ થવા છતાં લાંચ માગવાનો ગુનો નોંધાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending