ખૂનની કોશિશના ગુનામાં દોઢ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

શહેરના જંગલેશ્વર વિસ્તારના દોઢ વર્ષથી ફરાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ નજીવી બાબતે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Rajkot - ખૂનની કોશિશના ગુનામાં દોઢ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
શહેરના જંગલેશ્વર વિસ્તારના દોઢ વર્ષથી ફરાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ નજીવી બાબતે યુવક પર છરીથી હુમલો કરી તેની હત્યાની કોશિશ કરવાનો ગુનો જંગલેશ્વરના સુધીર ભાનુ બોરીચા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હત્યાની કોશિશનો ગુનો નોંધાતા સુધીર બોરીચા ફરાર થઇ ગયો હતો. દોઢ વર્ષથી પોલીસને ચકમો દેતો સુધીર બોરીચા જંગલેશ્વરમાં આવ્યાની હકીકત મળતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે.ગઢવી સહિતની ટીમ દોડી ગઇ હતી અને સુધીર બોરીચાની ધરપકડ કરી હતી. દોઢ વર્ષ સુધી ક્યાં છુપાયો હતોω, કોણે આશરો આપ્યો હતો તેમજ ફરાર હતો તે દરમિયાન અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

X
Rajkot - ખૂનની કોશિશના ગુનામાં દોઢ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App