• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - ઇન્દ્રભારતીની દાતારી | રાજકોટના સેવકનાં કપરા સમયમાં 27 વીઘા જમીન પરત આપી

ઇન્દ્રભારતીની દાતારી | રાજકોટના સેવકનાં કપરા સમયમાં 27 વીઘા જમીન પરત આપી

2004માં જમીન ભેટ આપી હતી, 2006માં ધંધામાં ખોટ આવતા સાધુએ દિલેરી બતાવી 2014માં લાખોની કિંમત હતી હવે રૂપિયા 10 કરોડથી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:20 AM
Rajkot - ઇન્દ્રભારતીની દાતારી | રાજકોટના સેવકનાં કપરા સમયમાં 27 વીઘા જમીન પરત આપી
સાધુ તો ચલતા ભલા, આ યુક્તિને રૂદ્રેશ્વર જાગીર આશ્રમનાં મહંત ઇન્દ્રભારતીબાપુએ સાર્થક કરી છે. સંતો-મહંતોનું પોતાનું કશું હોતું નથી, જે છે તે સમાજ અને રાષ્ટ્રનું છે. ઇન્દ્રભારતીબાપુ ક્રાંતિકારી સંત તરીકે પણ ઓળખાય છે. પરંતુ તાજેતરમાં તેની દિલેરીનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એવી છે કે, વર્ષ 2004માં ઇન્દ્રભારતીબાપુનાં રાજકોટનાં સેવક રસિકલાલ એન્ડ કંપનીનાં મોભીએ સાસણ નજીક 27 વિદ્યા જમીન દાનમાં આપી હતી. રસિકલાલ એન્ડ કંપનીનાં વ્યવસાયમાં ખોટી આવી. સેવક પરિવારે મિલ્કત વેચીને કરજ ભરી દીધું હતું. રસિકલાલ એન્ડ કંપનીનો કપરો સમય આવી ગયો. આ વાતની જાણ ઇન્દ્રભારતીબાપુને થઇ. ત્યારે શ્રાવણ માસમાં દાનમાં આપેલી જમીનમાં અનુષ્ઠાન સહિતનાં કાર્યક્રમ કરવામાં આવ્યાંહતાં. શ્રાવણ માસનાં અંતિમ દિવસે લોકડાયરાનું આયોજન હતું. ડાયરો પૂર્ણ થતા ઇન્દ્રભારતી બાપુએ મહત્વની જાહેરાત કરી. વર્ષ 2007માં આ ભુમી ઉપર મે અનુષ્ઠાન કર્યુ હતું. રાજકોટનાં રસિકલાલ અેન્ડ કંપનીનાં મોભીએ આ જમીન 2004માં મને સોંપી હતી. ત્યારે તેની કંપનીની જાહોજલાલી હતી. જેમ સમુદ્રની અંદર ઓટ અને ભરતી આવે છે, તેવી રીતે તે વ્યક્તિને ઘંધાની અંદર પણ થોડી ઓટ આવી. સમાજમાં જે દેવું હતું તે, બધું વેચી ચુકવી દીધું.આ જગ્યા એમણે મને દાન દીધી હતી. આ જગ્યા આજે હું તેમને પાછી આપુ છું.ત્યારે લાખોની કિંમત હતી આજે કરોડોની કિંમત છે.

રાજકોટના સેવકને 27 વીઘા જમીન પાછી આપવાની જાહેરાત ઈન્દ્રભારતી બાપુએ ડાયરામાં કરી.

તેનો કપરો સમય હતો, મારે ઋણ અદા કરવાનું હતું

ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સેવક પરિવારનો કપરો સમય ચાલી રહ્યો હતો. હું વિચારતો હતો કે તેમ જમીન તેને કેવી રીતે પરત કરું. શ્રાવણ માસનો સમય આવી ગયો. આ દિવસે મે તેમને જમીન પરત કરી. આ ઋુણ અદા કરવાનો સમય હતો.તેમજ સેવક એટલા દિલદાર છે કે તે 100 પરિવારનું મદદ કરે તેવા છે. તેમા ઘરે સંતો, કલાકારોનો કાયમી ઉતારો રહે તો હતો. આ જમીન મને ભેટ આપી હતી આજે મે તેને એક દિકરા, શિષ્ય, ભાઇ તરીકે ફરી આપી છે.

400 આંબાનું વાવેતર

ઇન્દ્રભારતીબાપુએ ફાર્મ હાઉસને આધ્યાત્મિક ફાર્મ હાઉસ બનાવી દીધું હતું. જમીન ઉપર 400 જેટલાા આબાનું વાવેતર થયું. એટલું જ નહી છેલ્લા ચાર વર્ષથી ઇન્દ્રભારતીબાપુ અહીં જ અનુષ્ઠાન કરતા હતાં.

X
Rajkot - ઇન્દ્રભારતીની દાતારી | રાજકોટના સેવકનાં કપરા સમયમાં 27 વીઘા જમીન પરત આપી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App