Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - યાર્ડના સત્તાધીશો પોતાનો કાયદો ચલાવે છે, સહકારી આગેવાન કહે છે આ ખોટું છે

યાર્ડના સત્તાધીશો પોતાનો કાયદો ચલાવે છે, સહકારી આગેવાન કહે છે આ ખોટું છે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:20 AM

17 મેએ સામાન્ય સભામાં ઠરાવ કરી તપાસ અને દંડની જોગવાઈ કરી નાખી ચોરીના કેસમાં જાતે જ સજા નક્કી કરી નાખી, પણ...

  • Rajkot - યાર્ડના સત્તાધીશો પોતાનો કાયદો ચલાવે છે, સહકારી આગેવાન કહે છે આ ખોટું છે
    રાજકોટના બેડી યાર્ડમાં ખેતપેદાશની ચોરીના બનાવો બની રહ્યા છે. જેને અટકાવવા માટે યાર્ડ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે પોતાનો કાયદો ચલાવે છે.આ સંદર્ભે સહકારી ક્ષેત્રના આગેવાન કહે છે કે, આ ખોટું છે. ચોરીની સજા અટકાવવા માટે યાર્ડ જે સજા નક્કી કરી છે તે કાયદા વિરુધ્ધની છે. સજા માત્ર કોર્ટ જ નક્કી કરી શકે. યાર્ડે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ કાયદાની ઉપરવટ જઈને બનાવ્યો છે. ચોરીના બનાવમાં સજા નક્કી કરનાર સત્તાધીશો કહે છે કે, જે સજાની જોગવાઇ નક્કી કરવામાં આવી છે તે એક્ટ મુજબ કરી છે, પણ આમાં કયો એક્ટ લાગુ પડે છે એ ખબર નથી.જ્યારે પરિપત્રમાં જેની સજા છે એ સેક્રેટરી તો બધી વાતથી જ અજાણ છે.

    ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટની 17 મેના રોજ મળેલી સામાન્ય સભામાં ઠરાવ નંબર 37/1/ બ થી નક્કી કર્યા મુજબ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ રાજકોટના મુખ્ય તથા સબ યાર્ડમાં ખેત પેદાશોની ચોરી થવાના થતા બનાવો અંગે ચર્ચા વિચારણા કરતા વેપારીઓના માલની ચોરીની ફરિયાદ અન્વયે તપાસના અંતે કસૂરવાર ઠરનાર પાસેથી માલ અથવા માલની કિંમત મેળવવાનું અને ચોરી થયેલા માલની કિંમત જેટલો દંડ વસૂલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.જેની નોંધ લેવાની રહેશે.આ પરિપત્ર યાર્ડે તાજેતરમાં જ બહાર પાડ્યો છે અને નોટિસ બોર્ડ પર લગાવ્યો પણ છે.કાયદા વિરુધ્ધ કામ કરનાર આ નિયમ ઘણા વર્ષોથી યાર્ડમાં જાતે જ બનાવી લેવામાં આવ્યો છે.આ અંગે સત્તાધીશો એવું કહે છે કે, આ તો કોઇ નવી વાત નથી ઘણા વર્ષથી ચાલે છે.

    ભાસ્કરે કરેલા સવાલના ચેરમેન અને વાઇસ ચેરમેનના અલગ અલગ જવાબો

    ચોરી થઈ છે કે નહીં તેની તપાસ માટેની સત્તા સેક્રેટરીને આપવામાં આવી છે.નિયમો શું છે તે મને નથી ખબર, મારે જોવા પડશે.સજા માટેની જેે કાર્યવાહી છે એ એપીએમસી એક્ટ મુજબ થાય છે, પણ એનો નિયમ મારે વાંચવો પડશે. ડી.કે.સખિયા,ચેરમેન યાર્ડ

    ચોરીની તપાસ કરવાની બધા ડિરેક્ટરોને સત્તા છે, વેપારીનો માલ ચોરાતો હોય માટે તેના પ્રતિનિધિ તપાસ કરતા હોય છે.નિયમ મને ખબર નથી. ઠરાવ પસાર કરીએ એટલે કાયદો થઈ જાય.આમાં કોઈ નિયમ નથી. હરદેવસિંહ જાડેજા, વાઇસ ચેરમેન

    સજા કે દંડ માત્ર કોર્ટ જ આપી શકે

    જો યાર્ડને કે એની મિલકતને કોઈએ નુકસાન કર્યું હોય તો એવા કિસ્સામાં પણ જવાબદાર અને જવાબદારી નક્કી કરી શકાય. કોઈ પણ ગુનામાં સજા માત્ર કોર્ટ જ આપી શકે. પરસોત્તમભાઇ પીપરિયા, સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો. ઓપરેટિવ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending