તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot કેન્સર હોવાની જાણ થતાં કારખાનેદારનો આપઘાત

કેન્સર હોવાની જાણ થતાં કારખાનેદારનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડી વિસ્તારમાં રહેતા કારખાનેદારને કેન્સરનો પોઝિટિવ રિપોર્ટ આવતાં ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો.

શહેરના મવડી વિસ્તારના બાપાસીતારામ ચોક નજીક રહેતા પ્રવીણભાઇ મનજીભાઇ વેકરિયા (ઉ.વ.47)એ રવિવારે સવારે ગોંડલ રોડ પર ફાલ્કન પંપ નામના કારખાના પાસે ઝેરી દવા પી લીધી હતી. આધેડનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એક પુત્ર અને એક પુત્રીના પિતા પ્રવીણભાઇ કારખાનું ધરાવતા હતા. પ્રવીણભાઇએ પોતાને કેન્સરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાનો પરિવારજનોને ફોનથી જાણ કર્યા બાદ વખ ઘોળી લીધું હતું.

કેવડાવાડી વિસ્તારમાં રહેતા જયોત્સનાબેન જગદીશભાઇ ડોડિયા (ઉ.વ.36)એ માનસિક બિમારીથી કંટાળી રવિવારે સવારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...