તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot વાહન ઉઠાવગીર શખ્સ ઝડપાયો, બુલેટ કબજે

વાહન ઉઠાવગીર શખ્સ ઝડપાયો, બુલેટ કબજે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસે વધુ એક વાહન ઉઠાવગીરને ઝડપી લીધો હતો. અંકુર સોસાયટીમાં રહેતો કેતન વિપુલ ઝાપડિયા (ઉ.વ.20) ચોરાઉ બુલેટ ફેરવતો હોવાની અને તે માલવિયા કોલેજ પાસેથી પસાર થશે તેવી હકીકત મળતાં માલવિયાનગરના પીઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને કેતન ઝાપડિયા બુલેટ સાથે પસાર થતાં જ તેને અટકાવ્યો હતો. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કેતને પાંચ મહિના પૂર્વે અંકુર મેઇન રોડ પરથી જ બુલેટ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પોલીસે બુલેટ કબજે કરી કેતન ઝાપડિયાની ધરપકડ કરી હતી. વધુ કેટલીક વાહન ચોરીના ભેદ ઉકેલાવાની આશાએ પોલીસે આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...