• Gujarati News
  • National
  • પડધરી પાસેના ટોલનાકાના કર્મચારી પર છરીથી હુમલો

પડધરી પાસેના ટોલનાકાના કર્મચારી પર છરીથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ અને ડાંગરાના લોકોએ ટોલ ટેક્સ ભર્યા િવના પસાર થવાના મુદે્ કર્યો ડખો

પડધરીનાવણપરી ટોલનાકાના કર્મચારી ઉપર હુમલાનો વધુ અકે બનાવ નોંધાયો છે. શનિવારે રાતે ઇકો કારમાં પસાર થઇ રહેલા ધ્રોલ અને ડાંગરા ગામના શખ્સોએ ટોલટેક્સ ભર્યા વિના કોર્મશિયલ વાહન પસાર કરવાના મુદ્દે ટોલનાકાના કર્મચારી ઉપર છરીથી હુમલો કરીને મારમાર્યાો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

વણપરી ટોલનાકામાં ફરજ બજાવતા યુવરાજસિંહ વખતસિંહ જાડેજા (ઉ.વ.31) નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો હતો કે, પોતે શનિવારે રાતે ફરજ ઉપર હતો ત્યારે ઇકો કારમાં પસાર થઇ રહેલા ધ્રોલના બ્રિજરાજસિંહ નિરૂભા જાડેજા, દિવ્યરાજસિંહ ઉર્ફે ભાલુ સરવૈયા, ગંભીરસિંહ અને ડાંગરા ગામના પરાક્રમસિંહ ભરતસિંહ જાડેજા, જીતુભાઇ જાડેજા અને કારમાં બેઠેલા અન્ય શખ્સોએ ટોલટેક્સ ભર્યા વિના કોર્મશિયલ વાહન પસાર થવા દેવાનું કહ્યું હતું. મફતમાં કોર્મશિયલ વાહન પસાર કરવા નહીં દેવાય તેમ કહેતા ઉપરોક્ત શખ્સોએ ગાળાગાળી કરીને છરીથી હુમલો કર્યા બાદ મુક્કા, લાત માર્યા હતા. હુમલામાં ઘવાયેલા યુવરાજસિંહને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પડધરીના પીએસઆઇ એસ.એમ.રાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજીબાજુ ધ્રોલ અને ડાંગરા ગામના લોકો ટોલ ટેક્સ ભરવાના મુદે્ અવારનવાર ટોલનાકા કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા હોવાની પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...