• Gujarati News
  • National
  • ચેમ્બરમાં આવતા પત્રો ગુપ્ત રાખવા કર્મચારીઓને સૂચના

ચેમ્બરમાં આવતા પત્રો ગુપ્ત રાખવા કર્મચારીઓને સૂચના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમીર શાહે લખેલું રાજીનામું હજુ સધી મળ્યું નથી ત્યારે ચેમ્બરમાં હવે પત્ર યુધ્ધ શરૂ થયું છે

બિઝનેસ રિપોર્ટર. રાજકોટ

ચેમ્બરનાપ્રમુખ સમીર શાહની હત્યા કેસમાં ધરપકડ બાદ રાજીનામાનું નાટક છેલ્લા એક પખવાડિયાથી ચાલી રહ્યું છે. સમીરે રાજીનામું જેલમાંથી પત્ર લખી મોકલી આપ્યાનું કહ્યું છે, જે પાંચ દિવસ બાદ પણ કોઇને મળ્યું નથી ત્યાં હવે ચેમ્બર ઓફિસમાં કર્મચારીઓને કોઇ પણ પત્ર, ફાઇલો, રજિસ્ટરો કે અન્ય રેકર્ડ ચેમ્બરના સભ્યો, કારોબારી સભ્યો કે કમિટીના ચેરમેન માગે તો આપવા સૂચના આપતો પત્ર ચેમ્બરની ઓફિસના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સમીરના રાજીનામા અંગે ચર્ચા કરી નિર્ણય કરવા માટે મિટિંગ બોલાવવા માગ કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં નોટિસ બોર્ડ પર ઉપપ્રમુખ અને માનદમંત્રીની સહી કરેલો પત્ર મૂકવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે ચેમ્બરના તમામ સ્ટાફ સભ્યો રાજકોટ ચેમ્બરના કોઇ પણ પત્ર, ફાઇલો, રજિસ્ટરો કે અન્ય રેકર્ડ ચેમ્બરના સભ્યો, કારોબારી સભ્યો, કમિટીના ચેરમેન જોવા માગે તો તેમની પાસેથી પ્રથમ લેખિત પત્ર લેવો અને હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હોદ્દેદારોની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવી.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નરેન્દ્રભાઇ પટેલે હોદ્દેદારોએ નોટિસ બોર્ડ પર પત્ર મૂકતા ચેમ્બરના બંધારણની નકલ આપવા માગ કરી છે. ઉપરાંત નરેન્દ્ર પટેલે સેક્રેટરીને પત્ર લખી માગ કરી છે કે, ચેમ્બરની ગરિમા અને ગૌરવ જળવાઇ રહે અને વેપાર ઉદ્યોગના કામકાજ અને પ્રમુખ સમીર શાહનું રાજીનામું આજ સુધી મળ્યું હોવાથી અંગે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા માટે બેઠક બોલાવવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...