• Gujarati News
  • National
  • રાજકોટ |સ્વ.ગુણવંતરાયવ્રજલાલસેદાણીના પત્ની ગં.સ્વ.ઇન્દિરાબેન (ઉ.વ.81)તે હિતેશભાઇ, નિલેશભાઇ, જયેશા

રાજકોટ |સ્વ.ગુણવંતરાયવ્રજલાલસેદાણીના પત્ની ગં.સ્વ.ઇન્દિરાબેન (ઉ.વ.81)તે હિતેશભાઇ, નિલેશભાઇ, જયેશા કીર્તિભાઇ સેજપાલના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સ્વ.ગુણવંતરાયવ્રજલાલસેદાણીના પત્ની ગં.સ્વ.ઇન્દિરાબેન (ઉ.વ.81)તે હિતેશભાઇ, નિલેશભાઇ, જયેશા કીર્તિભાઇ સેજપાલના માતા, વિક્રમભાઇ, આદિત્યભાઇના દાદી, હરિનભાઇ, શશીકાંતભાઇ સેદાણી, ડો.પી.વી. સેદાણી (અમેરિકા), તરૂણભાઇના ભાભી, બિપીનભાઇ ચોલેરા (મુંબઇ), તરૂણભાઇ, બકુલભાઇ (અમેરિકા)ના બહેનનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 17ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક રાજકોટમાં.

મચ્છુકઠિયાસઇસુથાર જિયાણા હાલ રાજકોટ સ્વ.કિશોરભાઇ, સ્વ.ઘનશ્યામભાઇ તેમહરેશભાઇના મોટાભાઇ, જયોતિબેન મુકેશભાઇ ટંકારીયા, જસ્મિતાબેન રાજેશભાઇ લીંબડના પિતા ઘેલાભાઇ રાજાભાઇ પરમાર તા. 13ને રવિવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. 14ને સોમવારના રોજ સાંજે 4 થી 6, ભરવાડ સમાજની વાડી, સંતકબીર રોડ, રામદેવપીર મંદિરવાળી શેરી, માર્કેટિંગ યાર્ડ પાસે રાજકોટમાં રાખેલ છે.

જયાબેનજાદવજીભાઇફળદુ(ઉ.વ.75)તે પ્રભુદાસભાઇ, નરોત્તમભાઇ, સુરેશભાઇના માતા, રોબિન્સના દાદીમાનું તા. 12ને શનિવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. 17ને ગુરુવારે સવારે 8 થી 10, કોટિયાર્ડ, અંબિકા ટાઉનશિપ, જીવરાજપાર્ક રાજકોટમાં તથા મોટાગુંદામાં તા. 18ને શુક્રવારના રોજ સવારે 8 થી 12 પટેલ સમાજ મોટાગુંદા, તાલુકો ભાણવડ ખાતે રાખેલ છે.

જગદીશભાઇનારણદાસભાઇશેઠી(ઉ.વ.62)તે માલતીબેનના પતિ, સેવારામભાઇના જમાઇ, કિશોરભાઇ શેઠી, દીપકભાઇ શેઠીના મોટાભાઇનું તા. 13મીએ અવસાન થયું છે. ઉઠમણું (પગડી રસમ) તા. 14ને સોમવારના રોજ સાંજે 5.30 થી 6 ગુલરાજ કુટિયા, જુલેલાલ મંદિર પાસે, રેફ્યુજી કોલોની ખાતે રાખેલ છે.

દશાશ્રીમાળીવૈષ્ણવવણિક નરેન્દ્રભાઇ જીવરાજભાઇ મેહતા (ઉ.વ.70)નું તા. 11ના અવસાન થયું છે. તે ચેતનાબેનના પતિ, મેહુલ, વિરલના પિતા, મહેન્દ્રભાઇ, સ્વ.અનંતરાય, મહાસુખભાઇ, સ્વ.બાલકૃષ્નભાઇ, વસંતભાઇ, દમયંતીબેન પ્રવીણચંદ્ર મેહતાના નાનાભાઇ, જીમિત, રીચા, કશીશના દાદાની પ્રાર્થનાસભા તા. 14ના તેમના નિવાસસ્થાન સાગર, 7-વૈશાલીનગર, ગાયત્રી મંદિર પાસે, રૈયારોડ, આમ્રપાલી સામે રાજકોટમાં સાંજે 5 થી 6 રાખેલ છે.

ગુર્જરક્ષત્રિયકડિયાલાલજીભાઇ કુંવરજીભાઇ મારૂ તે મધુબેનના પિતા, મહેશભાઇ મુળજીભાઇ ટાંકના સસરા, હરસુખભાઇના મોટાભાઇનું અવસાન થયું છે. બેસણું તા. 14ના જેસાણી હોલ, જૂનો રાજમંદિર હોલ, શિયાણીનગર, ભવાની ચોક, દેવપરા પાસે, કોઠારિયા રોડ રાજકોટમાં સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

ગુ.હા.સ.ચા.મોઢબ્રાહ્મણસ્વ.હિમંતલાલજયાશંકર ત્રિવેદીના જમાઇ ધર્મેન્દ્રભાઇ ગજેન્દ્રભાઇ ત્રિવેદી (જામનગર) તે રાજેશભાઇ, ભાવેશભાઇ, વિજયભાઇના બનેવી તા. 13મીએ અવસાન પામેલ છે. સસરાપક્ષનું બેસણું તા. 18ના સાંજે 4.30 થી 5.30 જ્ઞાતિની વાડી, સ્વ.કલ્યાણજી નરશીભાઇ જાની કોમ્યુ.હોલ, ચંદન પાર્ક, રૈયા ચોકડી, 150, ફૂટ રિંગ રોડ ખાતે રાખેલ છે.

ઔદિચ્યઝાલાવાડીબ્રાહ્મણપ્રેમશંકર મણિશંકર ભટ્ટ (ઉ.વ.89)તે જીતુભાઇ, ઉપેન્દ્રભાઇ, અરૂણાબેન, પારૂલબેનના પિતા અને જીતેન્દ્રભાઇ, મહેશભાઇના સસરાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4.30 થી 6, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, અમીન માર્ગ ખાતે રાખેલ છે.

દશાસોરઠિયાવણિકમેંદરડા નિવાસી ગં.સ્વ.નર્મદાબેન વસંતરાય પારેખ (ઉ.વ.96)તે સ્વ.જગદીશભાઇ, નટુભાઇ, રોહિતભાઇ સંઘાણી (મુંબઇ), પ્રવીણાબેન દિલીપભાઇ ઝવેરી (જૂનાગઢ), રંજનેબન જીતેન્દ્રભાઇ ગોરસિયા (નાગપુર), હર્ષાબેન સુરેશભાઇ કોઠારી (મુંબઇ)ના માતા, કાકુભાઇ પારેખના ફઇબા, મીતેશભાઇ, હેમાબેન અલ્પેશભાઇ સાંગાણી, હેતલબેન રાહુલભાઇ પારેખ, સ્વ.ચેતનભાઇ, રાધિકાબેન અજીતભાઇ મલકાણના દાદીમાનું તા. 12ના અવસાન થયું છે. ઉઠમણું તા. 14ના સાંજે 5 કલાકે, માલવિયા વાડી, ગોંડલ રોડ રાજકોટમાં.

મૂળગામરંગપુરલીંબડી હાલ રાજકોટ મોહિનીબા જયેન્દ્રસિંહ ઝાલા તે સ્વ.જયેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા (નિવૃત્ત એજી ઓફિસ)ના પત્ની, હરશ્યામસિંહના માતા, સ્વ.ભૂપેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલાના ભાભીનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ને સોમવાર સાંજે 4 થી 6, રાધે હોલ, વિમલનગર, શિવધામ પાસે, પુષ્કરધામ પાછળ રાજકોટમાં રાખેલ છે.

હરજીવનભાઇદેવજીભાઇભંડેરી(ઉ.વ.83)નું અવસાન થયું છે. તે ડો.બિપીનભાઇ, સ્વ.નરશીભાઇ, ધીરજભાઇ, રમેશભાઇના પિતાનું બેસણું તા. 14ના સાંજે 4 થી 5 રામેશ્વર હોલ, મીરાનગર પાસે રાજકોટમાં રાખેલ છે.

હકીમુદ્દીનઆદમઅલીકાબુલતે તાહેરભાઇ, ખાતુનબેન, ફેમીદાબેન, ફરીદાબેન, જાુમાના બેનના બાવાજી અને મ. યુસુફભાઇ, ફખરૂદીન ભાઇ, શેખ અબ્દુલ કાદીરના ભાઇ તા. 12ને શનિવારના રોજ અવસાન પામેલ છે. જીયારતના સિપારા તા. 14ને સોમવારના રોજ મવાઇદ, સૈફી કોલોનીમાં રાખેલ છે.

સૌરાષ્ટ્રત્રિવેદીમેવાડાબ્રાહ્મણ પ્રતિમાબેન રાજેશભાઇ ઉપાધ્યાય (ઉ.વ.43)તે દિનકરરાય પ્રાણશંકર ઉપાધ્યાયના પુત્રવધૂ, પાલિતાણા નિવાસી ઘનશ્યામભાઇ અમૃતલાલ ત્રિવેદીના દીકરીનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4થી 5 જાની હોલ, બ્રાહ્મણની વાડી, ચંદન પાર્ક મેઇન રોડ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની સામે, રૈયારોડ રાજકોટમાં રાખેલ છે.

ગં.સ્વ.નિર્મળાબેનકાંતિલાલયાજ્ઞિક તે રાજકોટ નિવાસી પ્રદ્યુમનભાઇ યાજ્ઞિક, તરૂણભાઇ યાજ્ઞિક, રક્ષાબેન દવે, હરિતાબેન દવે તથા અમદાવાદ નિવાસી દેવદતભાઇ યાજ્ઞિક તથા પંકજભાઇ યાજ્ઞિકના માતાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 6 થી 7, રૈયા રોડ, મીરાનગર શેરી નં.1ના ગાર્ડન રાજકોટમાં રાખેલ છે.

આટકોટ|ઔદિચ્યગુજરાતીસાડાચારસો બ્રાહ્મણ ગુણવંતરાય શાંતિલાલ પંચોલીના પત્ની ગીતાબેન (ઉ.વ.60)તા. 13ના અવસાન પામેલ છે. તે જીતેન્દ્રભાઇ, શૈલેષભાઇ, દિવ્યાબેનના માતાનું ઉઠમણું તા. 17ને ગુરુવારે સાંજે 4 થી 6 લુહાર શેરી, નાના રામજી મંદિર પાસે, આટકોટમાં રાખેલ છે.

મોરબી|મોટાદહીંસરાનિવાસીસ્વ. મણીલાલ રૂપચંદભાઈ કોઠારીના પત્ની મંછાબેન તે અરવિંદભાઈ તથા અશોકભાઈના માતા તા. 13 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 17 ને ગુરુવારે સવારે 10 થી 12 કલાકે તથા ઉઠમણું સાંજે 4 થી 5 કલાકે મોટા દહીસરા જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.

જામનગર|અમૃતલાલસવજીભાઇમકવાણાતે નરેન્દ્રના પિતા, હીરીજીભાઇ, સ્વ.વૃજલાલ ભાઇ, કાંતિલાલ, જેન્તીભાઇના ભાઇનું તા.12ના અવસાન થયું છે.ઉઠમણું તા.14 ના સાંજે 4 થી 5 હરસિધ્ધિ માતાજીનું મંદિર, રણજીત નગરમાં રાખ્યું છે.

પોરબંદરનિવાસીહાલજામનગર જેન્તીલાલ ધારશીભાઇ શાહ(ઉ.વ.88)તે રશ્મીભાઇ અને હીતેશભાઇના પિતા, હરસુખલાલ તેજપાલ શેઠ ધ્રાફા વાળાના જમાઇનું તા.13 ના અવસાન થયું છે. ઉઠમણું તા.14 ના સવારે 9 કલાકે જૈન પ્રવાસી ગૃહ, લાલ બંગલા પાસે રાખવામાં આવ્યું છે.

પોરબંદર|રાઠોડમનુભાઈહરજીભાઈ(ઉ.વ.88) હરિભાઇ, મહેશભાઇના પિતાનું તા.13નાં અવસાન થયું છે. બેસણું તા.14 નાં સાંજે 5 થી 6, કડીયાજ્ઞાતિની વાડી, કડીયાપ્લોટ શેરી નં. 8, પોરબંદર ખાતે

રાણાવાવ|ટીટીયાવ્રજલાલભુરાભાઈ(ઉ. વ.86) તે વિનોદભાઈ, દિલીપભાઈનાં પિતાનું તા.12ને શનિવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.14ને સોમવારના રોજ સાંજે 4 થી 6, ભીડભંજન મહાદેવના મંદિર, રાણાવાવ ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|રામોલીયાવિનોદભાઇ(બંધાળાનિવાસી) તે જીવરાજભાઇનાં પુત્ર, રતિભાઇનાં ભાઇ, અક્ષયભાઇ, સાગરભાઇનાં પિતાનું અવસાન થયું છે. બેસણું તા.17ને ગુરુવારના રોજ મુક્તેશ્વર મહાદેવ મંદિર, કૈલાશ નગર-1, જોષીપુરા ખાતે રાખ્યું છે.

ઔદિચ્યખરેડીબ્રાહ્મણજોષી કૌશીકભાઇ (ઉ.વ.65) તે સ્વ.મુકુંદરાય, દલપતરામનાં પુત્ર, અરૂણભાઇનાં ભાઇ, હાર્દિકભાઇ, મૌલિકભાઇનાં પિતાનું તા.12નાં અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 4 થી 6, શ્રીનાથનગર, કોમ્યુનિટી હોલ, માનસ સ્કુલ પાસે, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

જેઠવાનવલસિંહપ્રભાતસિંહ(નિવૃત ડીવાયએસપી, મુળ પાંડાવદર, હાલ જૂનાગઢ) તે રધુવીરસિંહનાં ભાઇ, લખધીરસિંહ, કનકસિંહ, વિજયસિંહનાં પિતા, દેવેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ(વેરાવળ)નાં મોટા બાપુજીનું તા.12નાં અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 4 થી 6, ભુવનેશ્વર મંદિર, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

જાનડી-(માળીયાહાટીના)|રાજગોરબ્રાહ્મણચાવડાગોરસોમબાઇબેન (ઉ.વ.67) તે કાળાભાઇનાં પત્ની, ચિમનભાઇ, ભાનુબેન, પ્રવિણાબેનનાં માતા, ભીખુભાઇ પુંજાભાઇ માધકનાં બહેનનું તા.12નાં અવસાન થયું છે.

જેતપુર|સુખાનંદીભગવાનદાસલક્ષ્મીદાસ(ઉ.વ.75, સોંદરડાવાળા, હાલ જેતપુર) તે ભરતભાઇ, કનૈયાલાલનાં પિતાનું તા.13નાં અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 4 થી 6, ભાદરનાં સામે કાંઠે, ચામુંડા ચોક, જેતપુરે

સુત્રાપાડા|બારડકાનાભાઇકાળાભાઇ(કારડીયા રાજપૂત સમાજનાં અગ્રણી તથા પટેલ)નું તા.13નાં અવસાન થયું છે. બેસણું તા.17નાં ખોડીયાર માતાજીનાં મંદિર (ધાર) ખાતે રાખ્યું છે.

ધારી|દાઉદીવ્હોરામનસુરઅલીનજમુદીનભાઇ હથીયારી (ઉ.82) હાતીમભાઇ, હકીમુદીનભાઇ, રસીદાબેન (ચલાલા), બતુલબેન (મહુવા), સમીમબેન (અમરેલી) જમીલાબેન (મુંબઇ) ના બાવાજી તેમજ અસગરભાઇ, હુસેનભાઇ, તુરાબભાઇ, મ.નુરૂદીનાભાઇ તા.13 ના અવસાન પામેલ છે. જિયારતના સીપારા તા.15ને મંગળવારે ધારી દાઉદી વ્હોરા મસ્જીદે સવારે 11 કલાકે રાખેલ છે.

માળિયાહાટીના|સ્વ.નટવરલાલન્યાલચંદશાહ(જુઠાણી)ના પુત્ર સંજયભાઇ તે મધુભાઇ ન્યાલચંદ જુઠાણીના ભત્રીજાનું રાજકોટમાં તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 14ના સાંજે 4 કલાકે, જૈનચાલ ઉપાશ્રય, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...