• Gujarati News
  • National
  • રેરાના ચાર્જથી બિલ્ડરોને પ્રોજેક્ટ કોસ્ટ વધી

રેરાના ચાર્જથી બિલ્ડરોને પ્રોજેક્ટ કોસ્ટ વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર|રાજકોટ

ધીરિયલ એસ્ટેટ રેગ્યુલાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016 મુજબ તમામ 500 ચોરસ મીટરથી મોટા પ્લોટમાં બાંધકામ કરતા હોય અને તેનું વેચાણ કરતા હોય તે તમામ બિલ્ડરોને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યાર સુધી રૂડા કે મહાનગરપાલિકામાં પ્લાન મંજૂરીનો તોતિંગ ચાર્જ ભરવાનો થતો હતો, પરંતુ હવે બિલ્ડરોને રેરામાં રજિસ્ટ્રેશન માટે 2 લાખથી 10 લાખ રૂપિયાનો વધારાના ખર્ચે તેમન અન્ય વહીવટી પ્રક્રિયા કરવી પડશે. બિલ્ડરો પહેલા નોટબંધી અને હવેે જીએસટી સાથે રેરાના કાયદામાં અટવાઇ ગયા હોય તેવી સ્થિતિ છે. અલગ અલગ પ્રકારના ચાર્જ અને વહીવટી પ્રક્રિયાથી પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થઇ રહ્યો છે, જેની સીધી અસર ગ્રાહકો ઉપર આવે તે સ્વાભાવિક છે.

રેરા એક્ટ મુજબ બિલ્ડરની સામાન્ય ભૂલ થાય તો પણ તેના બેંક એકાઉન્ટમાંથી દંડ વસૂલ કરવાની જોગવાઇ છે. પ્રોજેક્ટ કોસ્ટના 5થી 10 ટકા રકમનો દંડ થઇ શકે છે. જો કે, ગુજરાત સરકારે હાલ બિલ્ડરો સામે આકરી કાર્યવાહી નહીં થાય તેવું આશ્વાસન આપ્યું છે, પરંતુ પ્રોજેક્ટ માટે જમીન ખરીદી કર્યા બાદ 5 ટકા સ્ટેપ ડ્યૂટી, 1 ટકો રજિસ્ટ્રેશન ફી, પ્લાનની મંજૂરીની તોતિંગ ફી અને હવે રેરા રજિસ્ટ્રેશન ફીથી બિલ્ડરોને પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થઇ રહ્યો છે. રિયલ એસ્ટેટ બિઝનેસ નોટબંધી બાદ ઠપ થઇ ગયો હતો. ત્યાર બાદ જીએસટી અને રેરા એક્ટથી બિલ્ડરો સામે અનેક વહીવટી પ્રશ્નો આવી રહ્યા છે. જેના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધી રહી છે. પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થતા તેની સીધી અરસ મકાન, ફ્લેટની વેચાણ કિંમત ઉપર આવે છે. બિલ્ડરો હાલ મોટા પ્રોજેક્ટ શરૂ કરવાથી ડરી રહ્યા છે. જીએસટીથી બાંધકામ ખર્ચમાં વધારો અને રેરા રજિસ્ટ્રેશન ફી અને તેના નિયમોથી મુશ્કેલી વધી રહી છે.

કાયદાનું પાલન કરવામાં ટેક્નિકલ ભૂલ થશે તો પણ લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...