• Gujarati News
  • National
  • જીએસટી પછી કેન્સર બીપીની દવા મોંઘી બની

જીએસટી પછી કેન્સર બીપીની દવા મોંઘી બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીમાંઆરોગ્ય સેવાને મુક્ત રાખવામાં આવી છે, પરંતુ આમ છતાં લોકોને પોતાના સારા સ્વાસ્થ્ય માટે ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. પહેલાની સરખામણીએ બજેટ વધારવું પડી રહ્યું છે. કારણ છે કે કેન્સર, બીપી,ડાયાબિટીસ તેમજ હાર્ટને લગતી દવામાં રૂ. 1થી લઇ 45 સુધીનો ભાવવધારો થયો છે. આમ, પ્રત્યક્ષ નહીં, પરંતુ પરોક્ષ રીતે દર્દીને સ્વસ્થ રહેવા માટે પૈસા વધુ ખર્ચવા પડી રહ્યા છે. સૌથી વધુ ભાવ વધારો કેન્સરની દવામાં રૂ. 45 વધ્યો છે.

જ્યારે ડાયાબિટીસ, બીપી, હાર્ટની દવામાં પણ ભાવ વધારો નોંધાયો છે. વિશેષજ્ઞો એવું જણાવે છે કે, પહેલાની જેટલા દવાના ભાવ છે અને જે વધ્યા છે તે સામાન્ય છે તે સૌ કોઇને પરવડે તેમ છે.આ ઉપરાંત દવાખાનામાં સારવાર લેવા જતાં દર્દીને પહેલા કરતા વધુ નાણાં ખર્ચવા પડે છે. નર્સિંગ હોમના સંચાલકનું માનીએ તો જીએસટી આવ્યા પછી હોસ્પિટલમાં સંચાલનનો ખર્ચ વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...