તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માનવીનું મન તેની માન્યતાનું ગુલામ છે : વ્રજરાજકુમારજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવીનું મન તેની માન્યતાનું ગુલામ છે : વ્રજરાજકુમારજી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માનવીનુંમન તેની પોતાની માન્યતાઓનું ગુલામછે એટલે સત્સંગ છતાં પરિવર્તન આવતું નથી. દીપકની જ્યોત કલાકો પ્રકાશ આપે છે, પરંતુ સંસ્કરોની જ્યોત આજીવન પ્રકાશ આપે છે, તેમ ઉકાણી પરિવાર દ્વારા ઇશ્વરિયા ખાતે ચાલતી શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથામાં આચાર્યપીઠેથી બોલતા વ્રજકુમારજીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હૃદયનો સબંધ આંખ સાથે છે. મનનો ચહેરા સાથે અને વિચારનો સબંધ મસ્તક સાથે છે. દરેક વ્યક્તિના વાઇબ્રેશન હોય છે. જેવું તમારું મન હશે એવું વાતાવરણ બનશે. દરેક બાળક પ્રતિભાશાળી હોય છે. આજકાલની માતાઓ બાળકોને સંસ્કાર આપવામાં ઊણી ઊતરી છે. બાળકની ભાવિ ઉન્નતિ કે અવનતીનો આધાર માતા પર હોય છે માટે માતાએ બાળક માટે પાંચ વર્ષ સમર્પિત કરવા જોઈએ.

શ્રીમદ્દ ભાગવતમાં 1 થી 9 સ્કંધમાં ભાગવત તત્ત્વની સમજ, અન્ય અવતારોની વિગત આપવામાં આવી છે, પરંતુ પૂર્ણાવતાર કૃષ્ણનું વર્ણન 10મા સ્કંધમાં કરવામાં આવ્યું છે. ઉત્તરાર્ધ અને પૂર્વાધ એમ બે ભાગમાં કુલ 90 અધ્યાય છે. દસમ સ્કંધ શ્રીમદ્દ ભાગવતનું હૃદય છે. શનિવારે રાત્રિના રાસલીલા તેમજ નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રવિવારે બાન પરિવારના મોભી ડો. ડાહ્યાભાઇ પટેલ દ્વારા લિખિત સંકલન શ્રીમદ્દ ભાગવત ગ્રંથનું વિમોચન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા ઉપપ્રમુખ નીતિનભાઇ પટેલના હસ્તે થશે. પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ ઉપસ્થિત રહેશે.

આજે ડાયાભાઈ પટેલ લિખિત ગ્રંથનું વિમોચન

કૃષ્ણ ચરિત્રામૃત કથામાં ભાવિકો ભાવવિભોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો