તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 70 હજાર રીઢા બાકીદારો, 235 કરોડથી વધુનો વેરો સલવાયેલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 હજાર રીઢા બાકીદારો, 235 કરોડથી વધુનો વેરો સલવાયેલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારી મિલકતોનો પણ કરોડોનો વેરો બાકી રહે છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

રાજકોટમહાપાલિકાના ચોપડે વર્ષોથી વેરો ચૂકવતા હોય એવા રૂ.70 હજાર જેટલા રીઢા બાકીદારો પાસેથી તંત્રને રૂ.235 કરોડથી વધુનો વેરો નીકળે છે. મનપાની લાખ તાકીદ છતાં વેરો નથી ભરવો એવું માનીને બેઠેલા બાકીદારો ઉતર તવાઇ ઉતારવા મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ હુકમ જારી કર્યો છે. હાલ રૂ.50 હજારથી વધુ વેરો બાકી હોય એવા કરદાતાઓનો ઘાણવો કાઢવામાં આવ્યો છે પછી નાની રકમવાળા આસામીઓને ઝપટમાં લેવામાં આવશે.

મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના ચોપડે કુલ 3 લાખ અને 75 હજાર મિલકત છે. પૈકી અત્યાર સુધીમાં 2 લાખ અને 61 હજાર આસામીઓ પાસેથી વેરો વસૂલી લેવાયો છે. બાકી વધેલા 1 લાખ અને 14 હજારમાંથી સરકારી મિલકતોને બાદ કરતા વ્યક્તિગત આસામીઓ 70 હજાર જેટલા છે. આવા ખાનગી આસામીઓ પાસેથી રૂ.235 કરોડ જેવી માતબર રકમ વર્ષોથી સલવાયેલી પડી છે. હાલ સ્લેબવાઇઝ વ્યાજમાફીની યોજના તંત્રે મૂકી હોવા છતાં બાકી વેરો નથી ભરવો એટલે નથી ભરવો એવી દાનત રાખીને બેઠા હોય તેવા કરદાતાઓ ઉપર તવાઇ ઉતારવા કમિશનર બંછાનીધિ પાનીએ વોર્ડવાઇઝ હિટલિસ્ટ તૈયાર કરાવ્યું છે. હાલ રૂ.50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા કરદાતાઓની મિલકત સીલ કરવાનો દોર ચાલુ થયો છે. પછી નાની રકમના બાકીદારોને ઝપટમાં લેવામાં આવશે. દર વખતે નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં મનપાની ઝુંબેશ ચાલુ થાય ત્યારે રીઢા બાકીદારો કોઇને કોઇ તરકીબ અજમાવીને છટકી જાય છે. વખતે આવી દાનત રાખવાનું ભારે પડી શકે તેમ છે. આગામી વર્ષથી કાર્પેટ એરિયા મુજબ અમલવારી શરૂ થવાની છે. પહેલા પૂરેપૂરું બાકી માગણું વસૂલવા કમિશનરને હુકમ કર્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતથી મિલકત સીલ કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

જો કે આટલી મોટી સંખ્યામાં મિલકતધારકોનો વેરો આટલા લાંબા સમય સુધી બાકી રહ્યો અને છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા તેની પાછળ તંત્રની નિષ્ક્રિયતા, મિલિ ભગત તથા ભ્રષ્ટાચાર કારણભૂત હોવાની આશંકા પણ મજબુત બની છે. એટલું નહીં સરકારી મિલકતોનો પણ કરોડોનો વેરો લાંબા સમયથી બાકી રહે છે. સરકારી તંત્ર અને મનપા તંત્ર વચ્ચે સંકલનના અભાવે તેમજ સરકારી મિલકતો સામે પગલાં લેવાની ઈચ્છાશક્તિના અભાવે સ્થિતિ સર્જાઈ છે.

મનપાતંત્ર દ્વારા મિલકતો સીલ કરવાની કાર્યવાહી જોરમાં.

પાંચ દિવસમાં 300 મિલકત સીલ

મનપાનીમાગણા નોટિસની દરકાર લેનાર આસામીઓની મિલકત સીલ કરવાનો દોર શરૂ થયો છે. 5 દિવસમાં 300 મિલકત સીલ કરવામાં આવી છે. હવે જો આપેલી આખરી મુદત સુધીમાં પણ જો વેરો નહીં ચૂકવાય તો સીલ થયેલી તમામ મિલકતો હરાજી કરીને વેંચી તેમાંથી લેણી રકમ વસૂલવા તંત્રે લીગલ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

છેમોટા બાકીદારો

બાકીદારોનોપ્રકાર મિલકતોની સંખ્યા લેણી રકમ

બેંકો,ફાઇનાન્સ કંપનીઓ 3749 50,52,99,319

કેન્દ્ર સરકાર 432 14,00,63,403

રાજ્ય સરકાર 623 10,04,65,385

ગ્રાન્ટેડ શાળાઓ, હોસ્ટેલ 132 29,49,526

મોલ, સિનેમા હોલ 289 90,22,205

ખાનગી શાળાઓ, હોસ્ટેલ 324 1,60,97,905

તમામ કોમર્શિયલ મિલકત 73000 1,01,93,44,104

શનિવારેવધુ 50 મિલકત સીલ

મનપારોજની ફિફ્ટી ફટકારે છે! શુક્રવારે એક દિવસમાં 50 મિલકતને તાળાં લાગ્યા બાદ શનિવારે પણ એક દિવસમાં વધુ 50 મિલકત સીલ કરવામાં આવી હતી. જેમાં વેસ્ટઝોનમાં રોયલપાર્કમાં કંચન જંઘા એપાર્ટમેન્ટમાં, દોઢસો ફૂટ રિંગરોડ પર પટેલ ઓટો પાર્ટસ, યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કમાં 4 દુકાન, માધવપાર્કમાં બે મિલકત, મવડીના વલ્લભાચાર્ય માર્ગ પર રામ ઇન્ડસ્ટ્રીઝ, ગોકુલનગર-1માં એક કારખાનું, ચુનારાવાડ ચોકમાં ગોપાલ કોમ્પ્લેક્સમાં 3 મિલકત, લાખાજીરાજ શ્રમજીવીમાં એક મિલકત, રઘુવીર અને સાંઇનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવ યુનિટ, વોર્ડ નં.14માં મીલપરામાં વાસંતીબેન ચંપકલાલ પારેખની 4 દુકાન સહિત શનિવારે મોડીસાંજ સુધીમાં 50 મિલકતને તાળાં મારવામાં આવ્યા હતા. શનિવારે એક દિવસમાં રેકોર્ડબ્રેક રૂ.2.34 કરોડની આવક થઇ હતી.

આગામી વર્ષથી કાર્પેટ એરિયાનો અમલ શરૂ થવાનો હોય

બાકીદારોની મિલકત સીલ કરવા ઝુંબેશ ચાલુ રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો