તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદ-વિવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટજિલ્લા પંચાયતની બજેટની ખાસ સામાન્ય સભામાં બે સમિતિની રચના અને સભ્યોની નિમણૂક બાબતે સભ્યોમાં અસંતોષ જાગ્યો છે. મુદ્દે શનિવારે ધોરાજીના જમનાવડ રોડ પર આવેલી મોટીમારડ બેઠકના સભ્યની જીનિંગ મિલ ખાતે મળેલી બેઠકમાં પ્રમુખ નિલેશભાઇ વિરાણી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને મુદ્દે ગુરૂવારે પ્રમુખને રજૂઅાત કરવા જવાનો તથા જરૂર પડ્યે પ્રદેશ કોંગ્રેસમાં ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં 15 સભ્યો હાજર રહ્યા હતા.

અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ બજેટ બેઠક તા.14 માર્ચના રોજ મળી હતી. બેઠકમાં મહિલા અને બાળકલ્યાણ તથા યુવા પ્રવૃત્તિ અને ઉત્પાદન અને સિંચાઇ સમિતિની રચના કરવામાં આવી હતી. શુક્રવારે મળેલી બેઠકમાં બન્ને સમિતિની રચના સામે અસંતોષ વ્યક્ત કરાયો હતો. સભ્યોએ એવો અસંતોષ વ્યક્ત કર્યો હતો કે બન્ને સમિતિમાં સભ્યોમાં કોઇ ફેરફાર કરાયો નથી કે સમિતિની રચના માટે સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. જેની પાસે વહીવટ છે તે મનઘડંત અને એકચક્રી વહીવટ ચલાવે છે. સભ્યોને સામાન્ય બાબતમાં તો ઠીક મહત્ત્વની બાબતોમાં પણ વિશ્વાસમાં લેવાતા નથી. સભ્યોને ભેગા રાખીને વહીવટ ચલાવવામાં આવતો નથી.

બેઠકમાં ધોરાજીના બે, ઉપલેટાના બે, જામકંડોરણાના બે, જેતપુરના ચાર, ગોંડલના બે સહિત 15 સભ્યો હાજર રહ્યા હતા.

પ્રમુખને અણઆવડતવાળા કહેનારા સભ્યને નોટિસ ઠપકારાઈ

રાજકોટજિલ્લા પંચાયતનું વર્ષ 2017-18નું બજેટ મંજૂર કરવા માટે તા.14 માર્ચે ખાસ સામાન્યસભા મળી હતી. સભામાં દેરડી કુંભાજી બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુભાઇ શિંગાળા દ્વારા મિટિંગનો પ્રારંભ થવા સાથે પંચાયત અધિનિયમની પુસ્તિકાને હાથમાં લઇને અધિનિયમના આધારે બજેટ બેઠકની સમય મર્યાદા અંગે વિવાદ શરૂ કર્યો હતો. એક તબક્કે તેઓએ પ્રમુખને સભ્યોની હાજરીમાં એવું સુણાવી દીધું હતું કે, બજેટની સમયમર્યાદા અને પ્રશ્નોત્તરી મુદ્દે તમારી અણઆવડત છતી થાય છે ત્યારે પ્રમુખે પણ અધિનિયમની પેટા કલમ વાંચવાનું કહીં તમને કઇં ખબર નથી પડતી એવું કહેતા સભામાં સોપો પડી ગયો હતો. વિવાદ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે નોટિસ મોકલવામાં આવતા નોટિસ ચંદુભાઇ શિંગાળાને મોકલવામાં આવી છે અને સાત દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે જો તેઓ કોઇ ખુલાસો નહીં કરે તો પ્રદેશ કોંગ્રેસને શિસ્ત સમિતિને જાણ કરવામાં આવશે ત્યારબાદ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવું જિલ્લા પ્રદેશ પ્રમુખ દિનેશ ચોવટિયાએ જણાવ્યું હતું.

સભ્ય તરીકે નિમણૂક પામનારને કઇ ખબર નથી

^ઉત્પાદનઅને સિંચાઇ સમિતિમાં ધીરૂભાઇ પાઘડારની નિમણૂક થઇ છે. તેઓએ મિટિંગમાં અસંતુષ્ટ સભ્યોને સ્પષ્ટ કહ્યું હતું કે મને મારી નિમણૂક થયાની ખબર નહોતી. જો સભ્યો કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. 2017ની ચૂંટણી નજીક અાવી રહી છે ત્યારે અમે પ્રદેશમાં પણ મુદ્દો લઇ જશું.> સુભાષભાઇમાકડિયા, સભ્ય,સુપેડી બેઠક

મિટિંગનહીં જમણવાર હતો

જેસ્થળે મિટિંગ થઇ તે ઉમિયા જીનિંગના માલિક અને જિલ્લા પંચાયતની મોટી મારડ બેઠકના સભ્ય મનોજભાઇ મારવાડિયાએ કહ્યું હતું કે સભ્યોની ઘણા સમયથી જમણવાર રાખવાની ઇચ્છા હતી. આથી શુક્રવારે અમે ભેગા થયા હતા. આમાં અસંતોષ જેવી કોઇ વાત નથી.

જિલ્લા પંચાયતના પ્રમુખ સામે ઘેરાતો અસંતોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો