તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હોર્ડિંગ બોર્ડના કોન્ટ્રાક્ટર પાસેથી હજુ પણ 33.14 લાખ લેવાના બાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોર્ડિંગ બોર્ડના કોન્ટ્રાક્ટર પાસેથી હજુ પણ 33.14 લાખ લેવાના બાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારી હોસ્પિટલમાં હોર્ડિંગ બોર્ડના કૌભાંડમાં દિવ્ય ભાસ્કરના અહેવાલ

બાદ રચાયેલી તપાસ સમિતિએ આપેલા રિપોર્ટમાં તંત્રના થાબડભાણા ખુલ્યા

ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | રાજકોટ

સરકારીહોસ્પિટલમાં હોર્ડિંગ બોર્ડનો કોન્ટ્રાક્ટ રાખનાર વિકાસ ગ્રાફિક એજન્સી પાસેથી લાખો રૂપિયા લેવાના બાકી નીકળે છે. છતાં 10 વર્ષથી વિકાસ ગ્રાફિક એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને ચાલી રહેલી ગેરરીતિનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે તબીબી અધિક્ષકે કૌભાંડની તપાસ માટે ખાસ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસના અંતે તપાસ સમિતએ રજૂ કરેલા 40 પાનાના અહેવાલમાં વિકાસ ગ્રાફિક એજન્સી પાસેથી રૂ. 88 લાખ 41 હજારના કુલ બિલ સામે કોન્ટ્રાક્ટરે અત્યાર સુધીમાં માત્ર રૂ. 55 લાખ 26 હજાર 540 જમા કરાવ્યા છે ( રૂ. 13 લાખ તો દિવ્ય ભાસ્કરના અહેવાલ પછી જમા કરાવ્યા હતા) અને હજી રૂ. 33 લાખ 14 હજાર 400 લેવાના નીકળે છે. આમ દિવ્ય ભાસ્કકરે અહેવાલમાં દર્શાવેલી વિગતો અક્ષરશ: સત્ય ઠરી છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ વિકાસ ગ્રાફિક એજન્સીના સંચાલક વસંતભાઇ મામતોરાને રૂબરૂ બોલાવી બાકીની રકમ તાત્કાલિક ભરી દેવા સૂચના આપી હતી.આ સામે વસંતભાઇએ પોતાનો હિસાબ રજૂ કરી હવે માત્ર રૂ. 5 થી 6 લાખ દેવાના બાકી છે તેમ કહેતા મામલો વધુ ગૂંચવાયો છે.

કોન્ટ્રાક્ટર 5 બોર્ડનો હિસાબ ગણાવે છે

^દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રચાયેલી તપાસ સમિતિના હિસાબ મુજબ હજી રૂ. 33.14 લાખ બાકી નીકળે છે. હિસાબ 11 બોર્ડ મુજબ છે. જ્યારે વિકાસ ગ્રાફિક એજન્સી દર વર્ષે બોર્ડ ઘટાડતા ગયાનું કહી માત્ર રૂ. 5 થી 6 લાખ બાકી રહ્યાનું જણાવે છે. રહે છે. આથી તેમેને પુરાવા રજૂ કરવા કહેવાયું છે. > ડો.મનીષ મહેતા, તબીબીઅધિક્ષક, સિવિલ હોસ્પિટલ

ક્યારેય11 બોર્ડ વાપર્યા નથી

^અમે2007થી હોર્ડિંગબોર્ડનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. મનપાએ એક સાઇટને મંજૂર આપી અને બીજા બોર્ડની આગળ મનપાની સાઇટનું બોર્ડ આવતા માત્ર 9 બોર્ડ રહ્યા હતા. ત્યાર બાદ બે બોર્ડ ઝાડના કારણે રદ કર્યા હતા. દરેક બાબતની તંત્રને લેખિત જાણ પણ કરી છે. છેલ્લા 3 વર્ષથી માત્ર 5 બોર્ડનો કોન્ટ્રાક્ટ છે. અમે અમારો હિસાબ રજૂ કરી દીધો છે. બાકી રહેતા 5થી 6 લાખ અને લાઇટ બિલની રકમ ભરવા તૈયાર છીએ.

> વસંતભાઇમામતોરા, વિકાસગ્રાફિક એજન્સી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો