તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • થાનગઢની કોલેજમાં સીસીટીવી બંધ રખાતાં રૂ.50 હજારનો દંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનગઢની કોલેજમાં સીસીટીવી બંધ રખાતાં રૂ.50 હજારનો દંડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ ડેપ્યુટી રજિસ્ટ્રાર અને 3 ચેકિંગ ટુકડીઓ ત્રાટકી

એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

થાનગઢમાંશુક્રવારે ચેકિંગ સ્કવોડ સાથે માથાકૂટનો બનાવ બનતા શનિવારે કુલપતિએ ત્રણ ડેપ્યુટી રજિસ્ટ્રાર અને ત્રણ ચેકિંગ સ્કવોડને થાનગઢની લાયન્સ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સમાં ઉતારી દઇ સીસીટીવી બંધ રાખવાના મુદ્દે રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ કોલેજને માન્યતા શું કામ રદ કરવી તે મુદ્દે શો-કોઝ નોટિસ આપવા તજવીજ શરૂ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે થાનગઢની લાયન્સ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટસમાં વ્યાપક ગેરરીતિ થતી હોવાની અને સીસીટીવી બંધ રખાતા હોવાની ફરિયાદો મળતા શુક્રવારે ચેકિંગ સ્કવોડ મોકલવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને હિત ધરાવતા તત્ત્વો દ્વારા ચેકિંગ સ્કવોડ સાથે માથાકૂટ કરાતાં શનિવારે પરીક્ષામાં ડેપ્યુટી રજિસ્ટ્રાર કિરીટ પાઠક, રમેશ પરમાર અને ધામેચા ઉપરાંત ત્રણ ચેકિંગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી અને તેમની સાથે કોઇ માથાકૂટ થાય તે માટે 2 કમાન્ડો મોકલવામાં આવ્યા હતા.

કોલેજમાં સીસીટીવી બંધ રાખવાના મુદ્દે સંચાલકોને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને માન્યતા રદ શા માટે કરવી તેની શો-કોઝ નોટિસ આપવામાં આવનાર છે.

વેરાવળમાં 9 સહિત 17 કોપીકેસ કરાયા

કુલપતિડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે શનિવારે સૌરાષ્ટ્રની સંલગ્ન કોલેજોમાં 60 ચેકિંગ ટુકડીઓ ઉતારવામાં આવી હતી જેમાં વેરાવળની જે.કે.રામ કોલેજમાં 9, જૂનાગઢની કોલેજમાં 5 અને શિલોજની કોલેજમાં 3 મળી કુલ17 કોપીકેસ કરાયા છે.

કોલેજની માન્યતા રદ કરવા અંગે શો-કોઝ નોટિસ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો