તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં સ્વાઇન ફલૂએ વધુ 3ના ભોગ લીધા

રાજકોટમાં સ્વાઇન ફલૂએ વધુ 3ના ભોગ લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટસહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટની શહેરની ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વૃધ્ધા સહિત ત્રણ મહિલાનો ભોગ લીધો છે. સ્વાઇન ફ્લૂથી વધુ 3નાં મોતને પગલે મત્યુ આંક 101 પર પહોંચ્યો છે.

સ્વાઇન ફ્લૂથી મોતને ભેટેલાઓમાં જામનગરના 60 વર્ષીય વૃધ્ધાએ તેમજ ગીર-સોમનાથની 43 વર્ષીય મહિલાએ ખાનગી હોસ્પિટલમાં, જ્યારે જેતપુર પંથકની 42 વર્ષીય મહિલાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે.

ડો.મનીષ મહેતાના જણાવ્યાં મુજબ, જેતપુર પંથકની મહિલાને 21 દિવસ પહેલા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. અહીં મહિલાને સારવારમાં કોઇ ફરક નહીં પડતાં અને તેની તબિયત વધુ લથડતાં 19 દિવસ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ તે મહિલાને સારવાર મળે તે પહેલા શનિવારે વહેલી સવારે દમ તોડી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 12 અને ખાનગી હોસ્પિટલમાં 36 મળી કુલ 48 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ દર્દી પોઝિટિવ છે. જેમાં સિવિલમાં એક દર્દી અને ખાનગી હોસ્પિટલમાં 13 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે શનિવારે અહીં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીની તબિયત સારી થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ સારવાર લઇ રહેલાઓમાં જૂનાગઢનાં 3, ગીર-સોમનાથના 1, મોરબીના 2, જામનગરનાં 1 અને સુરેન્દ્રનગરના બે દર્દીઓનો સમાવેશ થાય છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાઇન ફ્લૂની મહામારી અનેક માનવ જિંદગીના ભોગ લઇ ચૂકી છે, ત્યારે લોકોએ મહામારીથી બચવા તકેદારી રાખવા અને સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો જણાયે તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...