તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યાજે આપેલા બે લાખ ચૂકવી શકતા પ્રૌઢની ગોળી ધરબી હત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજે આપેલા બે લાખ ચૂકવી શકતા પ્રૌઢની ગોળી ધરબી હત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક હત્યારાઓએ અંજામ આપ્યો

રાજકોટમાંહત્યાના શરૂ થયેલા સિલસિલામાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને જમીન મકાનની દલાલીને વ્યવસાય કરતા સુરેશભાઈ હીરાભાઈ નથવાણી નામના પ્રૌઢ ઉપર સોમવારે સાંજે જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક કારમાં આવેલા શખ્સો ફાયરિંગ કરી નાસી ગયા હતા. ફાયરિંગમાં ઘવાયેલા પ્રૌઢનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. સતિષ આહીર અને પિન્ટુ દરબાર સહિતના બે શખ્સોએ હત્યા કર્યાની મૃતકના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બન્ને શખ્સો પાસેથી મૃતક સુરેશભાઈએ રૂ.2 લાખ વ્યાજે લીધા હતા તેની ઉઘરાણીના મામલે થયેલી માથાકૂટ દરમિયાન બન્ને શખ્સોએ લોહાણા પ્રૌઢને મોતને ઘાટ ઊતારી દીધા હતા.

સૈનિક સોસાયટી નજીક આરએમટીએસના બસ સ્ટેન્ડ નજીક સાંજે અજાણ્યા પ્રૌઢની ફાયરિંગ કરીને હત્યા થયાની જાણ થતાં જોઇન્ટ સીપી ડી.એસ.ભટ્ટ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. સ્થળ ઉપર મૃતદેહ અને તેની બાજુમાં નવસારી પાસિંગનું યુનિકોન બાઇક મળી આવ્યું હતું. જેસીપી ભટ્ટે જણાવ્યા મુજબ મૃતકના પડખા અને છાતિ ઉપર ગોળી વાગ્યાના નિશાન મળી આવ્યા હતા. મૃતકના ખિસ્સામાંથી વકીલોના વિઝિટિંગ કાર્ડ અને નાગરિક બેંકની 15 લાખની લોન ભરપાઇ કરવાની નોટિસ મળી આવી હતી. જેના આધારે મૃતદેહ જીવંતિકાનગરમાં રહેતા સુરેશભાઇ હીરાભાઇ નથવાણી (ઉ.વ. આશરે 50) હોવાનું સ્પષ્ટ થયું હતું. મોડીરાતે મૃતકના પત્ની જયોત્સનાબેને નોંધાવેલી ફરિયાદમાં હત્યારા તરીકે સતિષ આહીર અને પિન્ટુ દરબારના નામ આપ્યા હતા. બન્ને શખ્સો પાસેથી સુરેશભાઈએ એક વર્ષ પહેલાં રૂ.2 લાખ વ્યાજે લીધા હતા. મામલે અવારનવાર ધાકધમકી અપાઈ હતી. આજે પણ પ્રશ્ને ડખો થતાં સતિષ આહીર અને પિન્ટુ દરબારે ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે.

હત્યાના પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસ

હત્યારાઓથી ખતરો હોવાની અરજી મૃતકે 9 મહિના પહેલાં પોલીસ કમિશનરને કરી હતી

મૃતકસુરેશભાઈના પત્ની જયોત્સનાબેનના જણાવ્યા મુજબ સતિષ આહીર અને પિન્ટુ દરબાર અવારનવાર ઘરે આવીને તેના પતિને ધાકધમકી આપતા હતા. બન્ને શખ્સોના ભયથી ઘરની બહાર નીકળવું મુશ્કેલભર્યું બની ગયું હતું. સુરેશભાઈએ તા.16-12-2015ના રોજ પોલીસ કમિશનરને અરજી કરી હતી અને તેમાં બન્ને શખ્સોથી ખતરો હોવાની ભીતિ વ્યકત કરી હતી. અગાઉ સતિષ અને પિન્ટુએ સુરેશભાઈને બેફામ મારમાર્યો હોવાનું નિવેદન પણ મૃતકના પત્ની જયોત્સનાબેને આપ્યું છે. હત્યારાઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મુખ્યમંત્રીના પોતાના શહેરમાં 36 કલાકમાં 2, 21 દિવસમાં 10 હત્યા

શહેરમાંકાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીને બેહાલ થઇ ગઇ છે. ચોરી, લૂંટ, હત્યાના બનાવ રોજિંદા બની ગયા છે. 23 ઓગસ્ટે કોઠારિયા સોલવન્ટ નજીક રૂ.બે હજારની લૂંટ માટે બિહારી મહિલા રીટા ચંદ્રવંશીની હત્યા કરી હતી, રાતે મવડી વિસ્તારમાં કારખાનેદાર દિલીપભાઇ અજાણીને તેના ભાગીદારે પતાવી દીધા હતા. 28 ઓગસ્ટે લાલપરી નદી કાંઠેથી હત્યા કરાયેલી લાશ મળી હતી, 31 ઓગસ્ટે જંકશનમાં મોબાઇલના ધંધાર્થી જીજ્ઞેશ લોહાણાને બે તસ્કરોએ પતાવી દીધા હતા. 1 સપ્ટેમ્બરે પોલીસપુત્ર ધર્મેશ ગઢવીની હત્યા, 3 સપ્ટેમ્બરે નવાગામમાં ભાઇના હાથે ભાઇની હત્યા, 7 સપ્ટેમ્બરે જંકશન રેલવે પ્લેટફોર્મ પર લિફ્ટમેન રવિએ પ્રેમિકા જમુનાબેનને પતાવી પોતે ફાંસો ખાઇ લીધો હતો. 11 સપ્ટેમ્બરે થોરાળા વિસ્તારમાં ભાજપ આગેવાનના સાઢુભાઇની હત્યા અને 12 સપ્ટેમ્બરે જામનગર રોડ પર સુરેશભાઇ નથવાણીની ગોળીઓ ધરબીને હત્યા કરવામાં આવી હતી. શહેરમાં છેલ્લા 21 દિવસમાં 10 અને 36 કલાકમાં હત્યાના બે બનાવ નોંધાતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પોતાનું શહેર અસુરક્ષિત બની ગયાનું પ્રતિત થઇ રહ્યું છે.

મકાનપચાવી પાડવાનો ઈરાદો હતો, સોદાના બહાને બોલાવી હત્યા નિપજાવી

સતિષઆહીર અને પિન્ટુ દરબાર દ્વારા ઉઘરાણીનું દબાણ વધતા મૃતક સુરેશભાઈએ એવી ખાતરી આપી હતી કે, હું મારું મકાન વેચીને પણ તમારી પાસેથી વ્યાજે લીધેલા પૈસા પરત ચૂકવી દઈશ. બીજીબાજુ આરોપીઓ પ્રૌઢ પાસેથી મકાન લખાવી લેવા માટે ધમકાવતા હોવાનું મૃતકના પત્નીએ પોલીસને જણાવ્યું હતું. સોમવારે સાંજે સતિષ આહીર અને પિન્ટુ દરબારે તમારા મકાનનો ગ્રાહક મળી ગયો છે. તેમ કહી સોદા માટે જામનગર રોડ આવેલી સૈનિક સોસાયટી પાસે બસ સ્ટોપ નજીક બાેલાવ્યા હતા અને બાદમાં માથાકૂટ કરી ગોળી ધરબી દીધી હોવાનું મૃતકના પત્નીએ જણાવ્યું હતું.

ગાંધીગ્રામમાં રહેતા એસ્ટેટ બ્રોકર પ્રૌઢ પર આડેધડ ફાયરિંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો