તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નશાની બરબાદીથી યુવાનોને જાગૃત કરવા યુજીસીનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશાની બરબાદીથી યુવાનોને જાગૃત કરવા યુજીસીનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજનાસમયમાં કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, દારૂ અને તમાકુ-ગુટકાના નશાની આદતમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે યુનિવર્સિટીઓને નશાથી થતી યુવાધનની બરબાદી સામે તકેદારીના પગલાં લેવા અને વિદ્યાર્થીઓને લતથી દૂર રાખવા જાગૃતિના કાર્યક્રમ યોજવા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને(યુજીસી) પરિપત્ર બહાર પાડી ભલામણ કરી છે.

યુજીસીએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને હેલ્ધી લાઇફ માટે તકેદારીના પગલાં લેવાના નથી, પરંતુ તેમને દારૂની લત, ડ્રગ્સના આદતી બનતા પણ અટકાવવાના છે. આનાથી માત્ર તેમની શૈક્ષણિક કારકિર્દી બરબાદ નથી થતી, પરંતુ તેમના પરિવારો પણ આર્થિક રીતે પાયમાલીના આરે આવીને ઊભે છે. આથી શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીની નૈતિક જવાબદારી છે કે નશાની આડઅસરથી વિદ્યાર્થીઓને જાગૃત કરે, મીડિયાએ બાબતે ખૂબ જાગૃતિ ફેલાવી છે ત્યારે વિદ્યાર્થીઓને ટોબેકો(તમાકુ)થી ફેલાતા મોંઢા અને આંતરડાના કેન્સર જેવા ગંભીર રોગો તથા દારૂ પીને વાહન ચલાવવાથી થતા અકસ્માતો બાબતે જાગૃત કરવાના કાર્યક્રમો યોજવા જોઇએ.

યુનિવર્સિટીએ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવા જોઇએ તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ એન્યુલ ડે, કલ્ચરલ ફેસ્ટિવલ અને કોન્વોકેશન ડે પર વિદ્યાર્થીઓમાં નશાની આડઅસર વિશે જાગૃતિ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઇએ. તમામ કોલેજોને સર્ક્યુલર પાઠવી બાબતે કાર્ય કરવા યુજીસીએ યુનિવર્સિટીને આદેશ કર્યો છે.

સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા યુવાનોને વ્યસનથી દૂર રહેવા કાર્યક્રમો યોજાય છે. નશાની આદતી યુવાનોને દૂર રાખવા યુજીસીએ યુનિવર્સિટી લેવલે આવા કાર્યક્રમો યોજવા સૂચના આપી છે.

વિદ્યાર્થીઓમાં નશાની આદતો વધતી જાય છે

જાગૃતિ કાર્યક્રમો યોજવા યુનિવર્સિટીને સૂચના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો