તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુવતીનું પરિવારે કર્યું અપહરણ, યુવકે અકસ્માત સર્જી 8ને પકડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીનું પરિવારે કર્યું અપહરણ, યુવકે અકસ્માત સર્જી 8ને પકડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાધુવાસવાણી રોડ પર મધુવનપાર્ક મેઇન રોડ પર રહેતા અને પરિણીત કેતન સૂર્યકાંતભાઇ દવે સાથે મૈત્રી કરારથી રહેતી માળિયા હાટિનાની સંગીતા હાજાભાઇ કાછેલાને રવિવારે સાંજે તેના પિતા સહિતના પરિવારના સભ્ય અપહરણ કરને લઇ ગયા હતા. યુવકે પીછો કરીને અપહરણકારોની કાર સાથે અકસ્માત સર્જીને કાર ઊભી રખાવ્યા હતા. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે યુવતીની ફરિયાદ પરથી તેના પિતા, ભાઇ સહિતના સભ્યોની ધરપકડ કરી હતી.

મૂળ માળિયા હાટિનાની વતની સંગીતાબેન હાજાભાઇ કાછેલાએ પિતા હાજાભાઇ અરજણભાઇ, ભાઇ પીયૂષ, કાકાના દીકરા હિતેશ નારણભાઇ કાછેલા, મોટાબાપુના દીકરા નરેશ સામતભાઇ કાછેલા, બનેવી માનસિંહ અરજણભાઇ પરમાર, નિરજ ખેર, અરશી વાળા અને હમીર જીવાભાઇ કાછેલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એક વર્ષ પહેલાં લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી અને પુનિતનગર મેઇન રોડ પર કેતન દવેની દેવશ્રી એકાઉન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસની ઓફિસમાં નોકરી કરતી હતી. નોકરી દરમિયાન તેને બે પુત્રીના પિતા કેતન દવે સાથે પ્રેમ થઇ ગયો હતો. કેતનના પત્ની દોઢ વર્ષથી અમદાવાદ માવતરે છે. કેતન સાથે લગ્ન કરવા અંગે તેણીએ પોતાના માતા- પિતાને જાણ કર્યા બાદ પરિવારની મરજી વિરુધ્ધ એક મહિના પહેલાં કેતન સાથે મૈત્રી કરાર કર્યા હતા. પાંચ દિવસ પહેલાં પિતા સમાધાન કરવા આવ્યા હતા.

રવિવારે પોતે કેતન અને કેતનના માતા તથા કેતનની બે પુત્રી સાથે ઘરે હતી ત્યારે પિતા હાજાભાઇ, ભાઇ પીયૂષ, સહિતના શખ્સો મકાનની દીવાલ ટપીને ઘરમાં ઘૂસી સંગીતાને કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા. બનેવી અને કાકા હમીરે છરી બતાવી ધમકી દીધી હતી, કારમાં મને માર માર્યો હતો. કેતને પણ તેને મુક્ત કરાવવા કારમાં પીછો કરીને કાર સાથે કાર અથડાવી હતી. સ્થળ પર માથાકૂટ થતાં કોઇએ પોલીસને જાણ કરીને દેતા પીઅાઇ કે.કે.ઝાલા સહિતના સ્ટાફે સંગીતાની ફરિયાદ પરથી અપહરણ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. પોલીસે બનાવ અંગે વધુ તપાી હાથ ધરી હતી.

યુવતીએ પિતા, ભાઇ, બનેવી સામે ફરિયાદ નોંધાવી

પરિણીત પુરુષ સાથે એક માસથી મૈત્રી કરારથી રહેતી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો