તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવની તડામાર તૈયારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવની તડામાર તૈયારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટી ખાતે આગામી 18 સપ્ટેમ્બરથી કલા, સાંસ્કૃતિક અને સાહિત્યના ત્રિવેણી સંગમરૂપી 46મા યુવક મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તેના આયોજન માટે યુનિવર્સિટીના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. યુવક મહોત્સવની સ્પર્ધાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં સાહિત્ય વિભાગમાં યાદપૂર્તિ, વકતૃત્ત્વ સ્પર્ધા, ડિબેટ, ગઝલ શાયરી અને કાવ્ય લેખન તથા કલા વિભાગમાં હસ્તકલા, હોબી, તત્કાલ છબીકલા, સર્જનાત્મક કારીગરી, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, મોડેલિંગ, રંગોળી, ચિત્રકલા, કાર્ટૂનિંગ, કોલાજ સહિતની સ્પર્ધાઓ યોજાશે અને સાંસ્કૃતિક વિભાગમાં રાસ, સમૂહ લોકવાદ્ય સંગીત, લોકગીત, હળવું કંઠ્ય સંગીત, એકાંકી, નૃત્ય, કંઠ્ય સંગીત, ભજન, વેસ્ટર્ન ગ્રૂપ સોંગ, વેસ્ટર્ન વોકલ સોલો, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દોહાછંદ, સમૂહ ગીત, શાસ્ત્રીય વાદ્યસંગીત, મિમિક્રી, લઘુનાટક અને હાલરડાં ગાન સહિતની સ્પર્ધા યોજાશે.

અનેક સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાશે વિદ્યાર્થીઓ

18 સપ્ટેમ્બરથી 46મા મહોત્સવનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો