તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્દ્રનીલ સામે શરતભંગનો રિપોર્ટ, દબાણ અંગે તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દ્રનીલ સામે શરતભંગનો રિપોર્ટ, દબાણ અંગે તપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાકાલાવડ રોડ પર યુનિવર્સિટીના ગેટ પાસે સંજયરાજ એસ્ટેટમાં કોમન પ્લોટ અને સરકારી જમીનમાં ધારાસભ્યે દબાણ કર્યાની વિસ્તારવાસીઓએ આધાર-પુરાવા સાથે રજૂઆત કર્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે અને શનિવારે તાલુકા મામલતદારે મુંજકા સરવે નંબરના બે કોમન પ્લોટમાં દબાણ અંગે પંચ રોજકામ કર્યા બાદ સોમવારે જિલ્લા કલેક્ટરને 7742 ચો.મી. કોમન પ્લોટની જગ્યાનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરી શરતભંગ કરાયાની દરખાસ્ત કરી દીધી છે, ત્યારે બીજીબાજુ પશ્ચિમ મામલતદારની ટીમે પણ રૈયા સરવે નં.19 અને 21ની સરકારી જમીનમાં દબાણ અંગે સરવે કર્યો હતો.

તાલુકા મામલતદાર પંકજ વલવઇએ જણાવ્યું હતું કે, કોમન પ્લોટમાં દબાણ અંગે વિસ્તારવાસીઓની ફરિયાદ બાદ સર્કલ ઓફિસર અને તલાટી મંત્રીને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી અને કોમન પ્લોટમાં પંચ રોજકામ કરી સોસાયટીના રહીશોના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં કોમન પ્લોટમાં પેશકદમી કરી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાનું બહાર આવતા તેમના વિરુધ્ધ શરતભંગની દરખાસ્ત કલેક્ટરને કરવામાં આવી છે.

બીજીબાજુ પશ્ચિમ મામલતદાર કચેરીના સ્ટાફે પણ પંચો સાથે રૂબરૂ જઇ રૈયા સરવે નંબર 19 અને 21ની જમીનમાં કયાંથી રસ્તા કાઢ્યા છે, કયાં જમીન સમતળ કરી છે, કયાં વોંકળા બુરાયા છે, કયાં લોન વાવવામાં આવી છે સહિતની બાબતો અંગે સ્થળ તપાસ કરી ચકાસણી કરી હતી. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ સરકારી જમીનમાં દબાણ થતું હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ બુધવારે કરાશે તેમ જાણવા મળે છે અને ત્યારબાદ પશ્વિમ મામલતદાર પ્રજ્ઞેશ જાની દ્વારા કલેક્ટરને રિપોર્ટ કરાશે.

ત્યારબાદ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે કોમન પ્લોટનું કોમશીયલ ઉપયોગમાં લીધા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવું કલેક્ટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.

કલેક્ટરને કોમન પ્લોટનો કોમર્શિયલ ઉપયોગનો રિપોર્ટ કરાયો

સ્થળ તપાસમાં વોંકળા બૂરી દઇ સરકારી જમીનમાં લોન વાવી દીધાનું ખુલ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો