તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઢોરને કારણે માણસો મરે છે, મનપાને કાંઇ પડી નથી, માલધારીઓની આંખો કેમ રડતી નથી ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોરને કારણે માણસો મરે છે, મનપાને કાંઇ પડી નથી, માલધારીઓની આંખો કેમ રડતી નથી ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જે ગાયને રોટલી આપતાં એણે ભોગ લીધો

લગ્નમાં જતા હતા ત્યારે ગાયે પછાડી છૂંદી નાખ્યા

એકનો એક આધાર ગયો, બહેન-માતા નોધારા

સ્વ. પ્રો.અનિલભાઇ કિકાણી

સ્વ. પ્રિતેશ પટેલ

જીવનનગર 5માં રહેતા વૃંદાબેન ઝાલા અત્યંત ધાર્મિક સ્વભાવ ધરાવતાં હતા. ગાયને ગૌ-માતા સમજી તેનું દરરોજ પૂજન કરતા. દરરોજ ગાયને રોટલી આપતા. પણ વિધિની વક્રતાએ કે ગાયે તેમનો ભાગે લીધો. 1 સપ્ટેમ્બરે વૃંદાબેને ગાયને રોટલી આપી રહ્યા હતા ત્યારે અચાનક ગાયે ઢીંક મારી. વૃંદાબેન પડી ગયા. એમના શરીર ઉપર ગાય શીંગડા ભરાવતી રહી. આસપાસના લોકોએ વૃંદાબેનને ગાયથી છોડાવ્યા પણ ગંભીર રીતે ઇજા પામેલા મહિલાની જિંદગી છીનવાઇ ગઇ. ઘર આંગણે બનેલી ઘટનાથી ઝાલા પરિવાર સ્તબ્ધ બની ગયો છે. હજુ થોડીવાર પહેલા જેમના મમતમયી વ્યક્તિત્વથી પરિવાર મઘમઘતો હતો તે ઘરમાં મોતનો સન્નાટો છવાયો છે. તેમના પુત્ર અશોકસિંહે એવો મત વ્યક્ત કર્યો હતો કે મનપા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરે તેની સામે પણ રેલી નીકળે તે તો ક્યાંનો ન્યાય છેω? ઢોર મુદ્દે રાજકારણ થવું જોઇએ.

સુભાષનગરમાં રહેતો કિકાણી પરિવાર દૃશ્ય હજુ પણ ભૂલી શકતું નથી. પરિવારના મોભી પ્રોફેસર અનિલકુમાર તેમના પૌત્ર અને પુત્રવધૂ સાથે લગ્નમાં જવા નીકળ્યા. રૈયા રોડ પર રિક્ષાની રાહ જોઇને ઉભા હતા ત્યાં કાળ બની એક ગાય અચાનક ત્યાં દોડી આવી. શીંગડા વડે અનીલભાઇને ઉંચકી અને પછી જમીન પર ફંગોળ્યા. પડી ગયેલા નિવૃત્ત પ્રોફેસરને ગાય સતત 10 મિનિટ સુધી ઢીંકો મારતી રહી, પગ વડે છુંદતી રહી. અનીલભાઇ તરફડીયા મારતા રહ્યા. તેમની સાથે રહેલા પૌત્ર અને પુત્રવધુ બચાવો-બચાવોની ચીસો સાથે લાચાર આંખે પોતાના વ્હાલસોયા દાદાને જમીન પર રગદોળાતા જોઇ રહ્યા. ત્યાં દોડી આવેલા લોકોએ ગાયને દુર કરી પણ અનીલભાઇએ દમ તોડી દીધો હતો.એ આઘાતમાંથી પરિવારજનો આજે પણ બહાર નથી આવી શક્યા. અનિલભાઇના પુત્ર ડો. ભવતોષ કહે છે, ‘ઢોરને પકડવાનું કામ મનપાએ કરવાનું છે નેω મનપાએ મુઠ્ઠીભર માલધારીઓના હિતને બદલે નાગરિકોનું હિત જોવું જોઇએ.

બે દિવસ પહેલા કામ પતાવી પોતાના ઘરે જતાં પ્રિતેશ પટેલના બાઇક આડે ઢેબર રોડ ફાટક પાસે એક ગાય ઉતરી. ગાયને બચાવવાના પ્રયાસમાં પ્રિતેશનું બાઇક રસ્તાને કિનારે પડેલી કચરાપેટી સાથે અથડાયું અને તેનું મૃત્યુ થયું. રસ્તે રખડતી ગાયને કારણે અકસ્માતનો ભોગ બનેલો પ્રિતેશ નામનો 29 વર્ષનો યુવાન તેની માતાનો એકનો એક પુત્ર હતો. એક નાની બહેન છે, પ્રિતેશ એકલો કમાનાર હતો. કુટુંબનો આધાર છીનવાઇ ગયો. આવડી મોટી દુનિયામાં નાની બહેન એકલી થઇ ગઇ. માતાએ પુત્રમાં રોપેલી આશાઓ મૃત્યુ તાણી ગયું. અનેક તકલીફો વેઠી મોટો કરેલો પુત્ર પગભર થશે અને થોડું સુખ મળશે સ્વપ્ન પણ ચીરાઇ ગયું. બનાવ અંગે પ્રતિશના મામાના દિકરા ભાઇ ધવલે આક્રોશ ઠાલવ્યો હતો કે માણસ કરતાં ઢોરની જીંદગી વધુ મહત્વની બની ગઇ છે. મનપાએ પકડાયેલા ઢોર છોડવા જોઇએ. મુખ્ય માર્ગો પરથી કચરાપેટી હટાવવી જોઇએ. નહીંતર હજુ પણ અનેક જિંદગીના ભોગ લેવાશે.

પરિવારજનોની જાહેર અપીલ, અમે તો સ્વજન ગુમાવ્યા પણ આવી વધુ ઘટના બને તે માટે પગલાં ભરો

તંત્રની રખડતાં ઢોર સામેની કાર્યવાહી ગોકળગાયની ગતિએ થતી હોવાથી માનવ જિંદગી પર જોખમ

શનિ-રવિવાર એમ બે દિવસ મનપાની ઢોરપકડ પાર્ટી દોડતી રહી હતી. અને શહેરની શેરી-ગલીમાંથી 200થી વધુ ઢોર પકડી લેવાયા હતા. શનિવારે અને રવિવારે રજાના દિવસે પણ ઢોરપકડ પાર્ટીને દોડતી રાખવામાં આવી હતી. રૂટ અને આસપાસના વિસ્તારમાંથી બે દિવસમાં 200થી વધુ ઢોરને પકડીને ડબ્બે પૂરી દેવાયા હતા. પહેલા મુખ્યમંત્રીના રૂટ સિવાયના વિસ્તારમાં એક યુવાનને ઢોરે અડફેટે લેતા તેમનો જીવ ગયો હતો. પૂર્વે યાજ્ઞિક રોડ પર બે આખલા વચ્ચેની લડાઇમાં એક વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા હતા. આમ આદમી ઢોરનો ભોગ બનતા રહે છે અને મહાનુભાવો આવે ત્યારે રજાના દિવસોમાં પણ મનપા ફરજનિષ્ઠ બની જાય છે. જો કે પ્રજા માટે સારી વાત છે. સી.એમ. સમયાંતરે રાજકોટ આવે અને જુદા-જુદા વિસ્તારોમાંથી નીકળે તો શહેરમાંથી ઢોરનો સફાયો ચોક્કસ થઇ શકે.પરંતુ પ્રારંભે શૂરુ મનપા તંત્ર થોડા દિવસોમાં પાણીમાં બેસી જાય છે. જેથી રસ્તા પર રખડતા ઢોરના અડ્ડા યથાવત થઇ જાય છે.

2 દિવસમાં 200થી વધુ ઢોર પકડી લેવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો