• Gujarati News
  • National
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં તૈયાર થઇ ગયેલા

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં તૈયાર થઇ ગયેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં તૈયાર થઇ ગયેલા 657 આવાસોની ચાવી તેમના લાભાર્થીઓને તા.20ના રોજ સોંપવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના ધરમપુર ખાતેથી ગૃહપ્રવેશની પૂજા કરશે અને તેનું પ્રસારણ દરેક તાલુકામાં લાઈવ કરીને તે તાલુકામાં પૂજા કરાવી ગૃહપ્રવેશ કરવામાં આવશે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે. નવા આવાસો પૈકી 657 પજેશન આપવા યોગ્ય છે માટે તમામ લાભાર્થીઓને 20મીએ ચાવી આપવામાં આવશે. જિલ્લા કક્ષાના ગૃહપ્રવેશનો કાર્યક્રમ જામકંડોરણામાં ઈન્દિરાનગરની બાજુમાં નવી વસાહત ખાતે રખાયો છે ત્યાં એકસાથે 14 લાભાર્થીઓને પજેસન આપવામાં આવશે. આ સાથે અન્ય 10 તાલુકાઓમાં પણ તાલુકા કક્ષાએ ગૃહપ્રવેશનો કાર્યક્રમ થશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પ્રજાપતિએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...