જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિ અંગે વિશેષ માર્ગદર્શન અપાયું
રાજકોટજયોતિષ મંડળના મહામંત્રી લલિતભાઇ ભટ્ટ દ્વારા કઇ રીતે જન્માક્ષર બનાવવા તે અંગેની માર્ગદર્શન મિટિંગ યોજાઇ હતી. 40 શહેરના જયોતિષોને પંચાંગ કઇ રીતે બહાર પાડવું,શું અરસ , ગ્રહોની શું અસર, ગ્રહોની ઊંચ-નીચ અને જન્માક્ષર કંઇ રીતે બનાવવું તેના પર માર્ગદર્શન અપાયું હતું.
જન્મની તારીખ, સમય અને સ્થળ ત્રણ વસ્તુ જરૂરી છે. જન્મના સમયમાંથી જે સ્થળે જન્મ થયો હોય ત્યાના પંચાગ પ્રમાણે તેનો સમય બાદ કરવો પછી જે તારીખની કુંડળી બનાવવી હોય તેનો તફાવત બાદ કર્યા પછી જે આંકડા વધે તેમાં સાંપતિક કાળ ઉમેરવો. જેમાં 24 કલાકથી વધારે સમય આવે તો તે બાદ કરી જે આંક વધે તેને પંચાંગ સારણીમાં જોઇ રાશિ અને અંશ મેળવી 24 અંશ બાદ કરતા જે અંશ આવે તેને જન્મકુંડળી કહેવાય છે.
જન્માક્ષર કઇ રીતે બનાવવું
જ્યોતિષ મંડળ દ્વારા યોજાયો સેમીનાર