• Gujarati News
  • National
  • 14 વર્ષની તરુણી સાથે 55 વર્ષના ફૂઆએ અડપલાં કર્યાં

14 વર્ષની તરુણી સાથે 55 વર્ષના ફૂઆએ અડપલાં કર્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરુણી સાથે બીભત્સ વર્તન કરનારા પ્રૌઢ સામે નફરતની આંધી ઊઠી

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

શહેરમાંરહેતી 14 વર્ષની સગીરાને તેના કૌટુંબિક ફૂવાએ ઘરે કપડાં ધોવાના બહાને ઘરે બોલાવી સગીરા સાથે અડપલાં કર્યાં હતાં અને ઉપર જતા ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

14 વર્ષની સગીરા ગત તા.5 ના પોતાના ઘરે તેના ભાઇ-બહેન સાથે હતી અને તેના માતા-પિતા મજૂરીકામે બહાર ગયા હતા. સગીરાના ઘરની નજીકમાં રહેતા તેના કૌટુંબિક ફૈબા બહારગામ ગયા હોઇ કૌટુંબિક ફૂવા ગોવિંદ પૂંજા પુંચલા (ઉ.વ.55) પોતાના કપડાં ધોઇ જવા માટે સગીરાને પોતાના ઘરે મોકલવા અગાઉ કહી ગયો હતો. સગીરા નિર્દોષ ભાવે ફૂવાના કપડા ધોવા માટે ગઇ હતી અને સગીરા બાથરૂમમાં કપડા ધોવાની તૈયારી કરી રહી હતી ત્યારે ફૂવા ગોવિંદે ‘કેમ મોડી આવી’ તેમ કહી ફડાકા ઝીંકી દીધા હતા અને બાદમાં ‘તું મને બહુ ગમે છે’ તેમ કહી સગીરાને અડપલાં કરવા લાગ્યો હતો.

સગીરાએ પ્રતિકાર કરતાં ગોવિંદ ઉશ્કેરાયો હતો અને સગીરા સાથે બળજબરી કર્યા બાદ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દઇ જતો રહ્યો હતો. ફૂવાના ઘરેથી પરત આવેલી સગીરાએ તેના માતા-પિતાને અંગે જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે અગાઉ અરજી લીધા બાદ સગીરાની માતાની ફરિયાદ પરથી ગોવિંદ પુંચલા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...