• Gujarati News
  • National
  • 2041 સુધી નર્મદાનું પાણી પીવા માટે મળતું રહેશે

2041 સુધી નર્મદાનું પાણી પીવા માટે મળતું રહેશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીવાનાપાણીની સમસ્યાથી પિડાતા રાજકોટ વિસ્તારના ગામ અને શહેરોને પીવાનું પાણી નિયમિતરીતે પુરુ પાડવા માટે રાજય સરકારે નાવડાથી ઉપલેટા પાઇન લાઇનના રૂ. 596 કરોડના પ્રોજેકટનો મંજૂરી આપી છે. પાણી પુરવઠા વિભાગે વિસ્તારની વર્ષ 2041 સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કર્યુ હોવાનો પણ દાવો કર્યો છે. મંજૂરીથી રાજકોટ જિલ્લાના તમામ શહેર અને ગામને પાણીની પાઇપ લાઇનથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવતા પાણીની ટેન્કરો મોકલવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે તેમ પાણી પુરવઠા વિભાગના સુત્રોનું કહેવું છે. સુત્રોના કહ્યા પ્રમાણે પ્રોજેકટનું મુખ્યમંત્રી આનંદીબેન તા. 18મી જુને જામકંડોરણા ખાતે ખાતમુર્હુત કરશે.

નર્મદા માસ્ટર પ્લાન્ટ અંતર્ગત નાવડાથી ઉપલેટા સુધીના બલ્ક પાઇપ લાઇન નાખીને રાજકોટ જિલ્લાના તમામ ગામ અને શહેરને જોડવામાં આવશે. યોજનાથી જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાના 156 ગામ તથા જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર એમ પાંચ શહેરને જડીનેટવર્કમાં નર્મદાની કનેકટીવીટીથી જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલની પાણીની જરૂરિયાત 79 એમ.એલ.ડી. છે, પણ રાજય સરકારે વર્ષ 2041ની સંભવીત જરૂરિયાતને ધ્યાનમાં લઇને આયોજન કર્યુ છે.

યોજના હેઠળ મુખ્યત્વે 1500 મી.મી.થી 1025 મી.મી. વ્યાસની તથા 700થી 800 મી.મી. વ્યાસની 171.50 કિ.મી.બલ્ક પાઇપ લાઇનના કામો તથા ત્રણ જગ્યાઓએ પંપીગ મશીનરીની ક્ષમતામાં વધારો કરવાના તથા ત્રણ જગ્યાએ નવીન પંપીગ સ્ટેશન તેમજ અન્ય આનુષાંગિક કામો હાથ ધરાશે.

રાજકોટ જિલ્લા માટેની યોજના | નાવડાથી ઉપલેટા પાઇપલાઇનનો ~ 596 કરોડના પ્રોજેકટને મંજૂરી

અન્ય સમાચારો પણ છે...