• Gujarati News
  • National
  • ભજનિક નારાયણસ્વામીને અપાશે ભજન ભાવાંજલિ

ભજનિક નારાયણસ્વામીને અપાશે ભજન ભાવાંજલિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભજનોનામાધ્યમથી આધ્યાત્મ માર્ગના પ્રવાસીઓને સરળતાથી પ્રભુ તરફ લઇ જનાર સંત નારાયણસ્વામીને ભજન ભાવાંજલિ આપતા કાર્યક્રમનું રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી બે દિવસ માટે રાજકોટ ખાતે આયોજન કર્યું છે.

નારાયણસ્વામીએ ભક્તિ સંગીતને અનોખી ઊંચાઇ અને ઓળખ આપ્યા હતા. દંતકથા રૂપ બની ગયેલા ભજનિક રાગોને પોતાની ઇચ્છા મુજબ રમાડતા. ડાયરાઓમાં નારાયણસ્વામી મંચ પર સ્થાન સંભાળે તે પછી તેમના વૈભવી અવાજનો જાદુ છવાઇ જતો. આવા મહાન ભજનિકને તેમણે ગાયેલા અને અમર બની ગયેલા ભજનો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પવાનો પ્રથમ પ્રયોગ છે. તા.18 અને 19 જૂન એમ બે દિવસ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે રાત્રે 8:30 કલાકથી યોજાઇ રહ્યો છે. જેમાં ખ્યાતનામ કલાકારો લક્ષ્મણ બારોટ, કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી, સમર્થસિંહ સોઢા, ખેતશીભાઇ ગઢવી, આદિત્ય ગઢવી, બીરજે બારોટ જેવા ભજનિકો અને કલાકારો ભજન રજૂ કરશે.અા કાર્યક્રમમાં વિશ્વંભર-ભારથીબાપુ, ઇન્દ્રભારથીબાપુ, શેરનાથબાપુ, રાજેન્દ્રદાસબાપુ, અપૂર્વમુનિ સ્વામી વગેરે સંતો પણ હાજર રહેશે. માહોલમાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...