તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા પંચાયતમાં 1.43 કરોડના કામમાં રૂ.77 લાખનું એક્સેસ, ડીડીઓની નોટિસ

જિલ્લા પંચાયતમાં 1.43 કરોડના કામમાં રૂ.77 લાખનું એક્સેસ, ડીડીઓની નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

જિલ્લાપંચાયતની કચેરીનું રિનોવેશન કામમાં ગોટાળા થયાના આક્ષેપો ખુદ શાસક પક્ષના સભ્યોએ લગાવ્યા બાદ રિનોવેશન અંગે વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે. રિનોવેશનના 1.43 કરોડ રૂપિયાના કામની સાથે વધુ 78 લાખ રૂપિયાનું કામ કરવામાં આવ્યું હોવાના બિલ મૂકવામાં આવતા ડીડીઓ ચોકી ઉઠ્યા હતા. અંગે જવાબદાર બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જો કે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને વધારાના કામને બહાલી આપી દીધી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીને રિનોવેશનની કામગીરી માટે 17324200 રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. કામ 15.99 ટકા નીચા ભાવે એટલે કે 1.43 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું. કામના ટેન્ડરમાં આપવામાં આવેલી કામગીરી કરતા વધુ 78 લાખ રૂપિયાનું કામ એજન્સી પાસેથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને બાંધકામ શાખાના અધિકારીઓએ એજન્સી પાસેથી કરાવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા વગર 78 લાખ રૂપિયાનું કામ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી જે.ટી. પંડ્યા ચોકી ઉઠ્યા હતા અને બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

રિનોવેશનના કામામાં વહીવટી મંજૂરી વગર લાખો રૂપિયાનું કામ કરાવી લેવાયું

અન્ય સમાચારો પણ છે...