તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મવડીના યુવાનનું અપહરણ, પરિવાર પાસે રૂ.60 લાખની ખંડણી મગાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મવડીના યુવાનનું અપહરણ, પરિવાર પાસે રૂ.60 લાખની ખંડણી મગાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૂળકોટડાસાંગાણીના સોળિયા ગામના વતની અને હાલ મવડીના રામનગરમાં રહેતા વિરેન ધીરુભાઇ પાનસુરિયા નામના યુવાનનું ખુદ તેનો પરિચિત મિત્ર અપહરણ કરી ગયા બાદ અપહૃતના પિતાને ફોન કરી રૂ.60 લાખની ખંડણી માગી છે. આવતીકાલ સુધીમાં ખંડણીની રકમની વ્યવસ્થા કરી રાખજો તેમ કહી અપહરણકારે તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. બનાવ અંગે અપહૃત યુવાન વિરેનના પિતા ધીરુભાઇએ આપેલી માહિતી મુજબ રવિવારે સૌપ્રથમ તેમના પુત્ર વિરેનનો ફોન આવ્યો હતો. તેમણે ઉતાવળી વાતચીતમાં એવું કહ્યું હતું કે, મને રતન રબારીએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો બાદમાં રતન અને તેની સાથે રહેલા ચાર શખ્સો કારમાં બેસાડી લઇ ગયા હતા. થોડા સમય પછી ખુદ રતન રબારી વાત કરતો તેમણે એવી ધમકી આપી હતી કે, અમે તમારા દીકરાને ઉઠાવી ગયા છીએ અને જો જીવતો જોઇતો હોય તો આવતીકાલ સુધીમાં રૂ.60 લાખની વ્યવસ્થા કરી રાખજો. પૈસા ક્યા પહોંચાડવા હું પછી કહીશ. એમ કહી રતન રબારીએ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. અંતે ભયભીત બનેલા અપહૃત યુવાનના પિતા અને પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. અપહરણકાર રતન રબારી જસદણના ગઢડિયા ગામનો વતની છે. યુવાન વિરેનને ઉઠાવી જવાયા બાદ તેનું છેલ્લું લોકેશન પણ જસદણ પંથક તરફનું મળ્યું છે.

વિરેન સટ્ટામાં રૂ.30થી 40 લાખ હારી ગયો હતો

પોલીસનીતપાસમાં એક વાત એવી સામે આવી છે કે, અપહૃત યુવાન વિરેન મોબાઇલ ફોનનો વ્યવસાય કરતો હતો. ભૂતકાળમાં સટ્ટો અને જુગારમાં રૂ.30 થી 40 લાખ હારી ગયો હતો. વિરેનનું દેણું પિતા ધીરુભાઇએ ભરપાઇ કરી દીધું હતું.

મૂળ કોટડાસાંગાણીના યુવાનને તેનો મિત્ર સાગરીતોની મદદથી કારમાં ઉઠાવી ગયો

ખંડણીનો ફોન કર્યા બાદ સ્વિચ ઓફ કરી નાખ્યો : પોલીસ અપહરણકારો સુધી પહોંચવા રવાના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો