તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મારવાડીના 46 વિદ્યાર્થીને એક કંપનીમાં પ્લેસમેન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારવાડીના 46 વિદ્યાર્થીને એક કંપનીમાં પ્લેસમેન્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મારવાડીયુનિવર્સિટી દ્વારા 2017માં પાસ થનારા 450 જેટલા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ખાતે થીંક એન્ડ લર્ન નામની મલ્ટિનેશનલ કંપનીમાં પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના 46 વિદ્યાર્થીઓની રૂ.6 લાખના વાર્ષિક પેકેજથી નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી.

મારવાડીના ડો.ગૌરવ ગાંધીએ જણાવ્યું હતું કે, મારવાડી કોલેજ દ્વારા ગયા વર્ષે 91 ટકા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં પ્લેસમેન્ટ અપાયું હતું. છેલ્લા બે વર્ષથી ઔદ્યોગિક ગૃહોના એચ.આર.હેડ અને ટેક્નિકલ હેડ સાથે ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે.

વર્ષે પણ 2017માં પાસ થનારા 450 વિદ્યાર્થીઓ માટે દેશ-વિદેશની નામાંકિત કંપનીઓ સાથે વાતચીત ચાલુ છે. તાજેતરમાં દેશની વિખ્યાત થીંક એન્ડ લર્ન કંપની દ્વારા કેમ્પસ પર ઇન્ટરવ્યૂ રખાયા હતા જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના 17, કમ્પ્યૂટર એન્જિનિયરિંગના 13, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના 2, સિવિલ એન્જિનિયરિંગના 3, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 6, ઓટોમોબાઇલના 1, ઇ.સી.ના 4 મળી કુલ 46 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને વાર્ષિક રૂ.6 લાખનું પેકેજ આપવાની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરાઇ છે.

થીંક એન્ડ લર્ન કંપનીમાં ઇન્ટરવ્યૂ રખાયા હતા

રૂ.6 લાખના વાર્ષિક પેકેજ સાથે પસંદગી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો